Mumbai: જોતજોતામાં આ રીતે જમીનના ખાડામાં સમાઇ આખી કાર, વીડિયો વાયરલ

13 June, 2021 06:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વરસાદ પછી કારના જમીનમાં સમાઇ ગયા મામલે બીએમસીએ નિવેદન જાહેર કર્યું છે. BMCએ કહ્યું કે આ કાર અકસ્માત સાથે નિગમનો કોઇ સંબંધ નથી. આ ઘટના ઘાટકોપર ક્ષેત્રની એક ખાનગી સોસાઇટીની છે.

તસવીર સૌજન્ય શાદાબ ખાન

મૉનસૂનના આવતાની સાથે જ મુંબઇમાં વરસાદનો કહેર શરૂ થઈ ગયો છે. મુંબઇ અને આસપાસના વિસ્તારમાં 9 જૂનથી સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 13 જૂન (રવિવાર) સુધી મુંબઇ, થાણે અને રાયગઢ સહિત અનેક વિસ્તારો માટે અલર્ટ જાહેર કરી દીધું છે. ભારે વરસાદ થકી અનેક બિલ્ડિંગ ધરાશાઇ થઈ ગઈ તો કેટલાય રસ્તાઓ જળમગ્ન થઈ ગયા. આ દરમિયાન ઘાટકોપર વિસ્તારમાં પાર્કિંગમાં ઉભેલી કાર જોતજોતામાં જ જમીનમાં સમાઇ ગઈ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વરસાદ પછી કાર જમીનમાં ધસાઇ જવા મામલે બીએમસીએ નિવેદન જાહેર કર્યું છે. BMCએ કહ્યું કે આ કાર અકસ્માત સાથે નિગમનો કોઇ સંબંધ નથી. આ ઘટના ઘાટકોપર ક્ષેત્રની એક ખાનગી સોસાઇટીની છે.

BMCએ પોતાના નિવેદનમાં વાયરલ વીડિયો સંબંધે ગ્રેટર મુંબઇ નગર નિગમના આપાતકાલીન પ્રબંધન વિભાગ દ્વારા માહિતી મળી છે. જેના પ્રમાણે, ઘાટકોપર પશ્ચિમમાં એક ખાનગી સોસાઇટીની નજીક ઊભેલી એક કારના જમીનમાં ધસી પડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘટના 13 જૂન 2021ની સવારની છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ સોસાઇટીના પરિસરમાં એક કૂવો છે. કૂવાના અડધા ભાગને સીમેન્ટ પ્લાસ્ટરથી ઢાંકી દેવામાં આવ્યો હતો. જેના પછી સોસાઇટીના લોકો આ વિસ્તારમાં પોતાની ગાડીઓ પાર્ક કરવા માંડ્યા. પણ આ દરમિયાન ભારે વરસાદ પછી અહીં ઊભેલી એક કાર પાણીમાં સંપૂર્ણરીતે ડૂબી ગઈ અને જમીનમાં ધસી પડી. 

BMCએ કહ્યું કે આ સંબંધે નગર નિગમ સંબંધી વિભાગીય કાર્યકાળ દ્વારા જળનિકાસનું કામ કરવામાં આવી રહ્યું છે. સાથે જ સંબંધિત સોસાઇટીને આ સ્થળની સુરક્ષા માટે તત્કાળ જરૂરી પગલા લેવાની સૂચના આપવામાં આવી છે. ઘાટકોપર થાણાનાં અધિકારી તેમજ કર્મચારી પણ ઘટનાસ્થળે હાજર છે.

mumbai mumbai news ghatkopar