મુંબઈમાં ભારે વરસાદના કારણે ઓરેન્જ એલર્ટ જાહેર, સ્કૂલ-કોલેજ બંધ

04 September, 2019 04:12 PM IST  | 

મુંબઈમાં ભારે વરસાદના કારણે ઓરેન્જ એલર્ટ જાહેર, સ્કૂલ-કોલેજ બંધ

માયાનગરી મુંબઈમાં બુધવારે મોડી રાત્રથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણએે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ પર જગ્યા પર પાણી ભરાઈ ગયા છે. તો મહત્વનું એ છે કે મુંબઈમાં ચારે તરફ ગણેશોત્સવ પંડાલમાં પાણી ભરાઈ ગયા છે. આ કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોલાબા હવામાન વિભાગ અનુસાર વિસ્તારમાં 80 મિ.મી રેકોર્ડ વરસાદ નોંધાયો છે અને 6 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે. પ્રસાશને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. વરસાદના કારણે મુંબઈના સાયન, પરેલ, દાદર અને ભાયકલ્લા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે.

હવામાન વિભાગના ચેતવણી જાહેર કર્યા પછી બીએમસીએ બુધવારે સ્કૂલ-કોલેજ બંધ રાખવાનો આદેશ આપ્યો છે અને જે કોલેજમાં વિદ્યાર્થીઓ હાજર છે એવી જગ્યાએ સંસ્થાઓને સાવધાની વર્તવા માટે કહ્યું છે.

આ પણ વાંચો: લો બોલો, ધાબા પર ચડી ગઈ ભેંસ, આ રીતે ઉતારી નીચે !

ભારે વરસાદના કારણે જગ્યા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. શહેરમાં અનેક જગ્યાઓએ પાણી ભરાઈ જવાના કારણે બેસ્ટ બસ અને રૂટ બદલવામાં આવ્યા છે. બીએમસીએ સમુદ્રમાં ઉઠી રહેલી ઉંચી લહેરોને ધ્યાનમાં રાખીને સમુદ્ર કિનારે ન જવા જણાવ્યું છે. એરપોર્ટ પર વિમાની સેવાને અસર થઈ છે જ્યારે લોકલ ટ્રેન પણ મોડી ચાલી રહી છે. લોકોની સુવિધાને ધ્યાનમાં રાખતા બીએમસીએ હેલ્પલાઈન નંબર 1916 પર જાહેર કર્યો છે.

mumbai rains gujarati mid-day