ભાજપની જીત ઉજવવા મુંબઈના ગુજરાતીઓ વહેંચી ગુજરાતી વાનગીઓ

24 May, 2019 01:15 PM IST  |  મુંબઈ

ભાજપની જીત ઉજવવા મુંબઈના ગુજરાતીઓ વહેંચી ગુજરાતી વાનગીઓ

મુંબઈના ગુજરાતીઓની અનોખી ઉજવણી

લોકસભાની ચૂંટણીમાં ભાજપને જબરજસ્ત બહુમતી મળી છે. અને મોદી સરકાર ફરી એકવાર આવવાની છે. ત્યારે દેશભરમાં ગુજરાતીઓ ખુશખુશાલ છે. ફરી એકવાર એક ગુજરાતી વડાપ્રધાન બનશે તે વાતની ખુશી દેશ વિદેશના ગુજરાતીઓને છે. ત્યારે મુંબઈના ગુજરાતીઓએ ખાસ ગુજરાતી નાસ્તો વહેંચીને ભાજપ અને નરેન્દ્ર મોદીની જીતની ખુશી મનાવી.

આ ગુજરાતી વાનગીઓનો કરાવ્યો નાસ્તો

આરે કોલોની વિસ્તારમાં મુંબઈના ગુજરાતીઓખે ખાસ ફાફડા-જલેબી, ખાંડવી, પાત્રા, મોતીચુરના લાડુ, સમોસા, વડા અને સૂકી કચોરી જેવો ગુજરાતી નાસ્તો વહેંચીને જીતની ઉજવણી કરી.

ગુજરાતી વેપારીઓએ કર્યું હતું આયોજન

આ ઉજવણીનું આયોજન ગોરેગાંવમાં રહેતા દિનેશ કારિયા અને તલકશી સતરા નામના ગુજરાતી વેપારીઓએ કર્યું હતું. આ ઉજવણી અંગે ગુજરાતી મિડ ડે ડોટ કોમ સાથે વાત કરતા દિનેશ કારિયાએ કહ્યું,'ભાજપ અને નરેન્દ્રભાઈની જીતની અમને ખુશી છે. એક ગુજરાતી તરીકે અમે બધા ખુબ ખુશ છીએ. ગુજરાતી તરીકે અમે તો મોદીને જ સપોર્ટ કરીએ છીએ.' દિનેશ કારિયા અને તલકશી સતરાએ આરે કોલોની ગેસ્ટ હાઉસ વિસ્તારમાં સવારે લગભગ 80થી 100 લોકોને ગુજરાતી વાનગીઓ જમાડીને નરેન્દ્ર મોદી અને ભાજપની જીત ઉજવઈ છે.

આ પણ વાંચોઃ Election Result: લો મેં આ ગયા, જુઓ ઈલેક્શન પર મીમ્સની મજા 

ફક્ત ગુજરાતીઓ નહીં બધા માટે ઉજવણી

વધુમાં દિનેશ કારિયાનું કહેવું છે કે,'ફક્ત ગુજરાતીઓ જ નહીં, અહીં મોર્નિંગ વોક માટે આવતા બધા જ લોકોને અમે નાસ્તો કરાવીને ભાજપની જીતની ઉજવણી કરી છે.' દિનેશ કારિયાએ મિત્રો સાથે મળીને આ આયોજન કર્યું હતું. ગોરેગાંવ ઈસ્ટમાં રહેતા દિનેશ કારિયા મૂળ કચ્છના છે. અને ગોરેગાંવમાં જ તેમનો હાર્ડવેરનો બિઝનેસ છે.

 

mumbai aarey colony goregaon bharatiya janata party Election 2019