Bhiwandi Fire News: ભિવંડીના એક ગોડાઉનમાં લાગી ભીષણ આગ

28 January, 2021 09:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Bhiwandi Fire News: ભિવંડીના એક ગોડાઉનમાં લાગી ભીષણ આગ

તસવીર સૌજન્ય - ANI

મહારાષ્ટ્રના ભિવંડીમાં MIDC વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં ગુરૂવારે સવારે ભીષણ આગ લાગી ગઈ છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, આગ પર કાબૂ મેળવવાનું કામ ચાલુ છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ આગ ભિવંડી તાલુકાના સરવલી એમઆઈડીસી વિસ્તારમાં લાગી છે. આગ લાગવાનું કારણ અત્યાર સુધી જાણવા મળ્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે જે સમયે આગ લાગી તે સમયે 30 થી 40 કામદારો ગોડાઉનમાં અંદર હાજર હતા. જોકે આગની સૂચના મળતા જ કામદારોને બહાર કાઢવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગોડાઉનમાં કાચા કપડા, તૈયાર કપડા અને યાર્નનો મોટો સ્ટોક વેરહાઉસમાં રાખ્યો હતો. આગ લાગવાથી કરોડો રૂપિયાના નુકસાનનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. ફાયરના જવાનો આગને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહ્યા છે.

25 જાન્યુઆરી 2021ના રોજ ભિવંડીના ચાવિન્દ્રા-રામનગર સ્થિત મનપાના ડમ્પિંગ ગ્રાઉન્ડમાં આગ લાગવાથી કચરો ડેપોમાં સ્થાપિત લાખો રૂપિયાની કિંમતના બાયોમાઈનિંગ મશીનને નુકસાન થયું હતું. આ આગ સવારના સમયમાં લાગી હતી. આગની સૂચના મળ્યા બાદ પણ ફાયર એન્જિન એક કલાકના વિલંબ સાથે ઘટના સ્થળે પહોંચી, જેથી બાયોમાઈનિંગ મશીનનો સંપૂર્ણરીતે નાશ થઈ ગયો ગતો. કચરમાં લાગેલી આગલને કારણે તેનો દૂષિત ધુમાડો ઝડપથી આસપાસની વસાહતોમાં પહોંચી રહ્યો હતો, જેના કારણે રહેવાસીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.

નોંધપાત્ર વાત એ છે કે આની પહેલા પણ એપ્રિલ 2020માં મહારાષ્ટ્રના ભિવંડી વિસ્તારમાં ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આગ લાગતા જ ગોડાઉનમાં ઉંચી જ્વાળાઓ શરૂ થવા માંડી હતી. આગને કાબૂમાં લેવા ફાયરના જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. જોકે આગ લાગવાનું કોઈ સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નહોતું. આશા છે કે આ આગ શૉર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હશે. આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ વેરહાઉસમાં આગને કારણે લાખોનો માલ બળી ગયો હતો.

mumbai mumbai news bhiwandi maharashtra