Mumbai Fire: અંધેરી ઈસ્ટના ઍપોલો ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આગ લાગી- ફાયર બ્રિગેડ ટીમ પહોંચી

09 May, 2025 07:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Fire: એપોલો ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા ૪૪ નંબરના ગાળામાં આગ લાગી હતી. આ આગની ઘટનામાં કોઈ ઈજાના અહેવાલ નથી.

આગની પ્રતીકાત્મક તસવીર

મુંબઈના અંધેરી પૂર્વ વિસ્તારમાંથી આગ લાગવાના ભયાવહ સમાચાર (Mumbai Fire) સામે આવ્યા છે. અહેવાલો અનુસાર હોલી ફૅમિલી સ્કૂલ પાસે આવેલા એપોલો ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એક ગાળામાં આગ લાગી હતી. આ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલા ૪૪ નંબરના ગાળામાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ મુંબઈ ફાયર બ્રિગેડને સવારે લગભગ 5:56 વાગ્યે કરવામાં આવી હતી.

જે ગાળામાં આગ લાગી તેમાં કયો સમાન હતો?

હવે વાત કરીએ આ આગ વિષેની (Mumbai Fire). પ્રારંભિક અહેવાલો અનુસાર આ આગ ઇલેક્ટ્રિક વાયરિંગ, ઇન્સ્ટોલેશન, ઓફિસ ફર્નિચર, રેકોર્ડ્સ અને ડાયપર, વ્હીલચેર, સર્જિકલ સાધનો, કમ્પ્યુટર્સ, પ્રિન્ટર્સ અને ઝેરોક્ષ મશીન સહિતના ગાળામાં લાગી હતી. ગ્રાઉન્ડ+1 સ્ટ્રક્ચરમાં સ્થિત યુનિટમાં ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર અને લોફ્ટ એરિયામાં સમાન હતો.

ઇજાના કોઈ અહેવાલ નથી 

આ આગની ઘટના (Mumbai Fire) મુદ્દે જાણ થતાં જ મુંબઈ ફાયર બ્રિગેડ, પોલીસ, અદાણી, 108 એમ્બ્યુલન્સ અને વોર્ડ સ્ટાફ વગેરેની ટીમ સક્રિય થઈ ગઈ હતી. અને આગ ઓલવવાની કામગીરી કરી હતી. જોકે, આ આગની ઘટનામાં કોઈ ઈજાના અહેવાલ નથી.

આગનું કારણ તપાસ હેઠળ છે 

સવારે ૮:૫૦ વાગ્યા સુધીમાં ગાળામાં લાગેલી આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ હતી. અધિકારીઓ દ્વારા હાલમાં આ આગ કેવી રીતે લાગી હતી તે અંગેની તપાસ કરી રહ્યા છે. તે ઉપરાંત આગને કારણે બિલ્ડિંગને થયેલા નુકસાન અને કિંમતી સાધનો અને પુરવઠાના નુકસાની અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

હમણાં જ બનેલી આગની એક અન્ય ઘટના અંગે ટૂંકમાં

મુંબઈમાં હાલમાં જ બનેલી આગની એક અન્ય ઘટના (Mumbai Fire)ની વાત કરવામાં આવે તો, સાઉથ મુંબઈના એક શોરૂમમાં આગ ફાટી નીકળી હતી. જો કે આ ઘટનામાં પણ કોઈ જ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયાના અહેવાલ નહોતા. આજ મહિનાની શરૂઆતમાં દક્ષિણ મુંબઈના પેડર રોડ વિસ્તારમાં છ માળની રહેણાંક ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત એક ગારમેન્ટ શોરૂમમાં સોમવારે વહેલી સવારે લેવલ-II આગ લાગી હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના જણાવ્યા અનુસાર, સવારે લગભગ 6:30 વાગ્યે લાગેલી આગ જસલોક હોસ્પિટલ અને નાના ચોક નજીક સુખશાંતિ બિલ્ડિંગમાં સ્થિત લિબ્બાસ શોરૂમના દુકાન નંબર 2 અને 3માં લાગી હતી. સિવિક અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ શોરૂમ પરિસરમાં ઇલેક્ટ્રિક વાયરિંગ, ઇન્સ્ટોલેશન અને કપડાના સ્ટોક સુધી મર્યાદિત હતી. આખા સ્ટ્રક્ચર અને પરિસરમાં ગાઢ ધુમાડો ભરાઈ ગયો હતો. આ ઘટનામાં પણ મુંબઈ ફાયર બ્રિગેડ (MFB) દ્વારા તાત્કાલિક આઠ ફાયર એન્જિન અને અનેક અગ્નિશામક વાહનો, પોલીસ, BEST, નાગરિક અધિકારીઓ અને 108 એમ્બ્યુલન્સ સહિતની ઇમરજન્સી સેવાઓના કર્મચારીઓને મોકલવામાં આવ્યા હતા અને આગ ઓલવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને બચાવકાર્ય શરૂ કરાયું હતું.

mumbai news mumbai mumbai fire brigade fire incident mumbai police andheri