Mumbai Fire: અંધેરીની હોટેલમાં ભભૂકી આગ- ગાઢ ધુમાડાને કારણે અંદર ફસાઇ ગયા હતા 35 લોકો

27 May, 2025 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Fire: આ ઘટના બિલ્ડિંગના છઠ્ઠા માળે વહેલી સવારે 3:00 વાગ્યાણી આસપાસ બની હતી. આ આગ ધીમે ધીમે ફેલાવા લાગી હતી.

હોટેલની બિલ્ડિંગમાંથી આગની જ્વાળાઓ નીકળતી જોઈ શકાય છે.

મુંબઈના અંધેરી વિસ્તારમાંથી આગ લાગવાની ઘટના (Mumbai Fire) સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અઅંધેરી ઈસ્ટ વિસ્તારના ચકાલામાં આવેલી જ્યોતિ હોટલમાં આજે વહેલી  સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ લગવાને કારણે હોટેલમાં રોકાયેલા મહેમાનો તેમ જ આસપાસના સ્થાનિક રહેવાસીઓ ગભરાઈ ગયા હતા. 

પ્રાપ્ત અહેવાલો સૂચવે છે કે આ ઘટના બિલ્ડિંગના છઠ્ઠા માળે વહેલી સવારે 3:00 વાગ્યાણી આસપાસ બની હતી. આ આગ ધીમે ધીમે ફેલાવા લાગી હતી અને તેણે થોડાક જ સમયમાં હોટલના અન્ય ભાગને પણ લપેટમાં લેવાનું શરૂ કર્યું હતું.

આ ઘટના (Mumbai Fire) અંગે અધિકારીઓએ માહિતી આપતાં જણાવ્યું હતું કે આ આગ લાગી ત્યારે હોટલની અંદર 35 જેટલા લોકો ફસાઈ ગયા હતા. ઇમરજન્સીની ચેતવણી મળતાં જ મુંબઈ ફાયર બ્રિગેડના પાંચ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે આવી ગયા હતા. તેઓએ આ આગને કાબૂમાં લેવા માટે લગભગ એક કલાક સુધી મહેનત કરી હતી. ત્યારે જઈને આખરે આ આગ પર કાબૂ મળી શક્યો હતો. સદનસીબે આ હોટેલમાં ફસાઈ ગયેલા 35 વ્યક્તિઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. કોઈ જ જાનહાનિના સમાચાર મળ્યા નથી કે કોઈને ઇજા પણ થઈ નથી. 

આ આગણી ઘટનાના જે વિઝ્યુઅલ્સ સામે (Mumbai Fire) આવ્યા છે તેમાં બિલ્ડિંગના ઉપરના ફ્લોર પર ગાઢ ધુમાડો અને આગણી જ્વાળા જોઈ શકાય છે. આ સાથે જ સ્થાનિક રહેવાસીઓ બહાર ભેગા થઈ ગયા હતા. તે તમામ લોકો ડરી ગયા હતા.

જોકે, આગમાં હોટલણી ઘણી બધી રૂમ્સ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. આજે વહેલી સવારે આગ લાગ્યા બાદ કલાક સુધી આગ બુઝાવવાની કામગીરી ચાલુ રહી હતી. હોટેલના ઉપરના ફ્લોર પરથી ગાઢ ધુમાડો અને આગની જ્વાળાઓ દૂર દૂર સુધી જોઈ શકાતી હતી.

અંધેરીની હોટેલમાં અચાનકથી ફાટી નીકળેલી આ આગ (Mumbai Fire) આખરે કઇ રીતે લાગી હતી તે પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલમાં અંધેરી પોલીસ અને ફાયર બ્રિગેડના અધિકારીઓએ આ આગ શેને કારણે ભભૂકી ઉઠી હતી એ પાછળના કારણની તપાસ કરી રહ્યા છે. પ્રાથમિક અહેવાલો અનુસાર શોર્ટ સર્કિટ અથવા ગેસ લીક થવાને કારણે આ આગ લાગી હોય તેવા અનુમાન લગાડવામાં આવી રહ્યા છે, પરંતુ અધિકારીઓએ કોઈ પણ શક્યતાને નકારી નથી. આ હોટેલને કેટલું નુકસાન થયું છે અને ઇમારતની માળખાકીય સલામતીનું મૂલ્યાંકન માટેણી પણ વધુ તપાસ ચાલી રહી છે.

ખાસ કરીને મુંબઈ જેવા ગીચ વસ્તીવાળા શહેરમાં એવા ઘણા કમર્શિયલ પ્લોટ આવેલા છે જ્યાં દિવસ અને રાત વ્યવસાય ધમધમે છે. તેવા સ્થળોએ તેમજ હોટેલ વગેરે સ્થળોએ કડક અગ્નિ સલામતીના ધોરણો તરફની બેદરકારી પણ નજરે ચઢતી હોય છે.

mumbai news mumbai mumbai fire brigade fire incident andheri mumbai police