SSCના વિદ્યાર્થીઓને બાકી માર્ક્સના આધારે ભૂગોળના માર્ક આપવામાં આવશે

28 May, 2020 07:27 AM IST  |  Pune | Agencies

SSCના વિદ્યાર્થીઓને બાકી માર્ક્સના આધારે ભૂગોળના માર્ક આપવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે (એમએસબીએસએચએસઈ) ગઈ કાલે એટલે કે બુધવારે જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારીને કારણે કૅન્સલ થયેલા ધોરણ-૧૦ના ભૂગોળના પેપર માટે અન્ય વિષયોમાં મળેલા માર્ક્સની ઍવરેજના આધારે માર્ક આપશે.

મહામારીને કારણે રાજ્ય બોર્ડે ભૂગોળનું ૨૩ માર્ચે લેવાનારું પેપર રદ કર્યું હતું.

ભૂગોળનું પેન્ડિંગ પેપર રદ કરવામાં આવ્યું હોવાથી બોર્ડે એસએસસીના વિદ્યાર્થીઓને અન્ય વિષયોની લેખિત પરીક્ષામાં મળેલા માર્ક્સની ઍવરેજના આધારે ભૂગોળના માર્ક આપવાનો નિર્ણય લીધો છે એમ પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું.

દિવ્યાંગ વ્યક્તિઓ માટેના વ્યાવસાયિક (વોકેશનલ) વિષયની પરીક્ષામાં પણ સમાન નિયમ લાગુ થશે.

નોટિસમાં જણાવ્યા મુજબ અન્ય વિષયોની લેખિત, મૌખિક, પ્રૅક્ટિકલ અને ઇન્ટર્નલ ઇવૅલ્યુએશનની પરીક્ષામાં મળેલા માર્ક્સની સરેરાશ જે-તે વિષયમાં આપવામાં આવશે.

મહારાષ્ટ્રમાં ૧૭ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામ આપી હતી, પરંતુ કોરોના વાઇરસને કારણે લૉકડાઉન લાગુ થઈ જતાં તમામ વિષયોની પરીક્ષા સંપન્ન થઈ શકી ન હતી.

mumbai news mumbai maharashtra coronavirus