મહારાષ્ટ્રમાં 2019માં 2808 ખેડૂતોએ આત્મહત્યા કરીઃ સૌથી વધુ વિદર્ભમાં

28 January, 2020 10:09 AM IST  |  Mumbai

મહારાષ્ટ્રમાં 2019માં 2808 ખેડૂતોએ આત્મહત્યા કરીઃ સૌથી વધુ વિદર્ભમાં

પ્રતીકાત્મક તસવીર

આ વધારો અભૂતપૂર્વ છે, કેમ કે ૨૦૧૫થી રાજ્યમાં ખેડૂતોની આત્મહત્યાના કેસોમાં સતત ઘટાડો નોંધાતો આવ્યો છે. આવા કેસોમાં ૨૦૧૫માં ૩૨૨૮, ૨૦૧૬માં ૩૦૫૨ અને ૨૦૧૭માં ૨૯૧૮ નોંધાયા હતા. જ્યારે રાજ્યની આગલી જ બીજેપીના નેતૃત્વ તળેની સરકારે ખેડૂતોની લોન-માફીની જાહેરાત કરી હતી. ૨૦૧૮માં ગત વર્ષે ખેડૂતોની આત્મહત્યાના કેસોમાં ૧૫૦ના ઘટાડા સાથે કુલ સંખ્યા ૨૭૬૧ નોંધાઈ હતી.

જોકે ખેડૂતોની આત્મહત્યાના કેસોમાં ઘટાડા સાથેનો વિક્રમ ગત વર્ષે તૂટયો હતો, એ વર્ષ રાજ્યના ખેડૂતો માટે ઘણું ખરાબ વિત્યું. મરાઠવાડામાં તો ચોમાસામાં જ વરસાદની ખાધ સર્જાઈ અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં જુલાઈ- ઑગસ્ટમાં પૂર આવ્યા અને ચાર લાખ હેક્ટર જમીન પરનો પાક સાવ ધોવાઈ ગયો અને એ વેળા ખરીફ પાકની વાવણી કરવામાં આવી અને કમોસમી વરસાદ તૂટી પડ્યો જેને કારણે ૯૩ લાખ હેક્ટર જમીન પરનો પાક નાશ પામ્યો. નવેમ્બર, ૨૦૧૯માં મહાવિકાસ આઘાડીની સરકારે સત્તાના સૂત્રો હાથ ધર્યા અને ગયા મહિને લોન-માફીની નવી યોજના જાહેર કરી.

આ પણ વાંચો : બાળ ઠાકરેના ખરા વારસદાર કોણ?

૨૦૧૯માં ખેડૂતોની આત્મહત્યાના ૨૮૦૮ કેસ નોંધાયા તેમાંથી સૌથી વધુ કેસો વિદર્ભના રૂ-પટ્ટામાં નોંધાયા, જ્યાં ૧૨૮૬ ખેડૂતોએ આત્મહત્યા કરી અથવા તો ૪૭ ટકા ખેડૂતોએ પાકમાં નુકસાન જતાં મોત વહાલું કર્યું. આ પછી મરાઠવાડાનો ક્રમ બીજો ક્રમ આવે છે, જ્યાં ૯૩૭ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. ઉત્તર મરાઠવાડામાં ૪૯૧ કેસો આત્મહત્યાના નોંધાયા જ્યારે સાકર પટ્ટા તરીકે ઓળખાતા પશ્ચિમ મહારાષ્ટ્રમાં ૯૩ ખેડૂતોએ આત્મહત્યા કરી, કોંકણમાં માત્ર એક જ ખેડૂતે આત્મહત્યા કરી હોવાનું નોંધાયું છે.

mumbai maharashtra