હવે નૅશનલ પાર્કના પાર્કિંગ લૉટમાં પણ મળશે ડ્રાઇવ-ઇન વૅક્સિનેશન

15 May, 2021 09:02 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

વેસ્ટર્ન સબર્બના રહેવાસીઓ ટૂંક સમયમાં જ સંજય ગાંધી નૅશનલ પાર્ક (એસજીએનપી)ના પ્રવેશદ્વાર પર આવેલા પાર્કિંગ લોટમાં પ્લાન કરાયેલી ડ્રાઇવ-ઇન ફૅસિલિટી પર કોરોનાવિરોધી રસી મેળવી શકશે.

એસજીએનપીના પાર્કિંગ લૉટ પર 12 મેએ ડ્રાઇવ-ઇન સુવિધા માટે પરવાનગી આપવામાં આવી હતી.

વેસ્ટર્ન સબર્બના રહેવાસીઓ ટૂંક સમયમાં જ સંજય ગાંધી નૅશનલ પાર્ક (એસજીએનપી)ના પ્રવેશદ્વાર પર આવેલા પાર્કિંગ લોટમાં પ્લાન કરાયેલી ડ્રાઇવ-ઇન ફૅસિલિટી પર કોરોનાવિરોધી રસી મેળવી શકશે. મહાનગરપાલિકાએ તાજેતરમાં જ પરવાનગી મેળવવા માટે વન વિભાગનો સંપર્ક કર્યો હતો અને ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ્સ તથા એસજીએનપીના ડિરેક્ટર જી. મલ્લિકાર્જુને ૧૨ મેએ પરવાનગી આપી હતી. પરવાનગીની જાણકારી આર-સેન્ટ્રલ વૉર્ડ ઑફિસને કરવામાં આવી હતી.

ઍડિશનલ પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ (એપીસીસીએફ) – વાઇલ્ડલાઇફ વેસ્ટ સુનીલ લિમયેએ જણાવ્યું હતું કે ‘બીએમસી બોરીવલી ખાતે ડ્રાઇવ-ઇન રસીકરણ કેન્દ્ર ઊભું કરવા ઇચ્છતું હતું. એણે અમારો સંપર્ક કર્યો હતો, કારણ કે અમારી પાસે એસજીએનપીના મુખ્ય ગેટની બહાર મોટો પાર્કિંગ લૉટ છે. અમે તેમને ચોક્કસ શરતો સાથે આ માટેની પરવાનગી આપી હતી.’

ફેબ્રુઆરી ૨૦૧૮માં મહારાષ્ટ્ર સરકારે એસજીએનપીના આગલા પ્રવેશદ્વાર નજીક ૩૦૦ વાહનોની ક્ષમતા સાથેનું કાર-પાર્કિંગ બાંધવા માટે સરકારી ઠરાવ (જીઆર) પસાર કર્યો હતો. ત્યાર બાદ બે એકર પ્લૉટ પર પાર્કિંગ લૉટ તૈયાર કરાયો હતો.

સુવિધાને સવારના સાતથી સાંજે સાડાપાંચ વાગ્યા સુધી કાર્યરત રહેવાની પરવાનગી અપાશે અને રસીકરણ માટે આવનારા લોકોને પાર્કિંગમાં પ્રવેશવાની મંજૂરી અપાશે નહીં.

ઉલ્લેખનીય છે કે બીએમસીએ તાજેતરમાં જ ડ્રાઇવ-ઇન રસીકરણ કેન્દ્રો શરૂ કર્યાં છે અને તમામ ઝોનલ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને તેમના વિસ્તારના કેન્દ્રમાં ઓછામાં ઓછું એક ડ્રાઇવ-ઇન કેન્દ્ર શરૂ કરવા જણાવ્યું છે. ડ્રાઇવ-ઇન કેન્દ્રોને લોકોનો સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે અને ખાસ કરીને સિનિયર સિટિઝન્સ માટે એ ઉપયોગી છે.

mumbai mumbai news coronavirus covid19 covid vaccine vaccination drive ranjeet jadhav