મુંબઈઃબિલ્ડિંગમાં બેસાડેલા કાચ બાજુની બિલ્ડિંગમાં ફૂટતા હોવાની ફરિયાદ

11 April, 2019 07:50 AM IST  |  ચેતના યેરુણકર

મુંબઈઃબિલ્ડિંગમાં બેસાડેલા કાચ બાજુની બિલ્ડિંગમાં ફૂટતા હોવાની ફરિયાદ

દાદરના હિન્દુ કૉલોનીના કેસર પોલારિસ બિલ્ડિંગના બાંધકામમાં વપરાયેલા કાચ એ બિલ્ડિંગના રહેવાસીઓ અને પાડોશના દ્વારકા ભવન બિલ્ડિંગના રહેવાસીઓ માટે પરેશાનીનું કારણ બની રહ્યા છે. કેસર પોલારિસ બિલ્ડિંગના રહેવાસીઓ તેમની બાલ્કની ડેક્સમાં કાચ ખોટી રીતે ફિટ કરવામાં આવ્યા હોવાની ફરિયાદ કરે છે અને પાડોશના દ્વારકા ભવનના રહેવાસીઓએ બાલ્કનીના કાચ તૂટીને તેમના કમ્પાઉન્ડમાં પડતા હોવાની લેખિત ફરિયાદ પોલીસ-સ્ટેશનમાં કરી છે. બે બિલ્ડિંગના નિવાસીઓની ફરિયાદો છતાં કેસર પોલારિસના ડેવલપર્સ આક્ષેપોને નકારી રહ્યા છે. ડેવલપર્સ ખૂબ સારી ક્વૉલિટીના કાચ બાલ્કનીમાં તથા અન્યત્ર ગોઠવ્યા હોવાનો દાવો કરે છે.

બિલ્ડિંગના સિક્યૉરિટી ગાડ્ર્સ અને હાઉસિંગ સોસાયટીના કેટલાક મેમ્બર્સ કહે છે કે કેસર પોલારિસના ઉપરના માળ પરથી અનેક વખત કાચ નીચે પડ્યા હોવાથી એ બાબતની જાણ અમે સોસાયટીના હોદ્દેદારો અને ડેવલપર્સને કરી છે. એ સમસ્યાના ઉકેલ માટે ડેવલપર સાથે મીટિંગ યોજવામાં આવી હતી. એમાં ડેવલપરે કૉમન એમેનિટીઝની રેલિંગ્સ રિપેર કરવા સંમતિï દર્શાવી હતી, પરંતુ ગ્લાસ બાલ્કની ફિક્સ કરવાની જવાબદારી દરેક ફ્લૅટમાલિક પર નાખી હતી. એ રીતે દરેક ફ્લૅટમાલિક પર ૯૦,૦૦૦ રૂપિયાથી ૧.૫૦ લાખ રૂપિયા જેટલો બોજ પડવાની શક્તાને પગલે વિવાદ ઊભો થયો છે. ભૂતપૂર્વ ક્રિકેટર રાજુ કુલકર્ણી સહિત અનેક જાણીતી વ્યક્તિઓ એ બિલ્ડિંગોમાં રહે છે જેમણે આ મુદ્દો ઉઠાવ્યો છે.

આ પણ વાંચોઃ મુંબઈમાં મિસ કરો છો ગુજરાતી થાળી? અહીં જઈને તમે થઈ જશો ખુશ

આ વિવાદ બાબતે સ્પષ્ટતા માટે કેસર પોલારિસ બાંધનારા કેસર ગ્રુપના મૅનેજિંગ ડિરેક્ટર આદિત્ય ગોગરી ઉપલબ્ધ નહોતા, પરંતુ કેસર ગ્રુપમાં કાનૂની બાબતોનો અખત્યાર સંભાળતાં અદિતિ રાણેએ જણાવ્યું હતું કે ‘અત્યાર સુધીમાં નાનામાં નાની ફરિયાદોનો તરત સંતોષકારક નિકાલ કરવામાં આવ્યો છે. સોસાયટીના સભ્યોને કબજો સોંપવાની પ્રક્રિયા વખતે બિલ્ડિંગની સ્થિતિ સારી હતી. એ વખતે કોઈ પણ વાંધા કે ફરિયાદો અમારી સમક્ષ રજૂ કરવામાં આવ્યાં નહોતાં. બાલ્કનીમાં વપરાયેલો કાચ સારી ક્વૉલિટીનો છે. એને કારણે કોઈને સમસ્યા થવાની શક્યતા નથી. પાડોશનાં બિલ્ડિંગ પણ અમે બાંધ્યાં છે. એમાં પણ આવું બાંધકામ છે. ત્યાંથી અમને કોઈ ફરિયાદ મળી નથી.’

mumbai news dadar