Mumbai Crime: પોલીસે ચાની ભૂકીમાં ભેળસેળ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો

16 May, 2022 05:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈના શિવડી પોર્ટ પર પોલીસે દરોડા પાડીને 430 કિલો ભેળસેળયુક્ત ચાનો પાવડર જપ્ત કર્યો છે

પ્રતીકાત્મક તસવીર

અમારો જન્મ ચા પીવા માટે થયો છે... એવું આપણે ઘણા લોકો પાસેથી સાંભળીએ છીએ. ચા ઘણા લોકો માટે મનપસંદ વિષય છે. દિવસની શરૂઆત હોય, પલંગ પર ગપસપ હોય કે પછી સાંજ... ચા તો જરૂરી જ છે. ઘણા લોકો સવારે ઊઠીને એક કપ ચા મેળવ્યા વગર ઊઠી પણ શકતા નથી, પણ તમે જે ચા પીઓ છો તે ખરેખર સારી છે? તમે સવારે જે ચા પીઓ છો તેમાં ભેળસેળ તો નથીને? એવા સમાચાર છે જે તમને આવું વિચારવા મજબૂર કરે છે. મુંબઈ પોલીસે ચાના પાવડરમાં ભેળસેળ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે.

મુંબઈના શિવડી પોર્ટ પર પોલીસે દરોડા પાડીને 430 કિલો ભેળસેળયુક્ત ચાનો પાવડર જપ્ત કર્યો છે. પોલીસે આ કેસમાં રાજુ અબુલ અઝહર શેખ અને રાહુલ શેખની ધરપકડ કરી છે. પોલીસ હાલમાં ભેળસેળવાળી ચા કોણ સપ્લાય કરતું હતું તેની તપાસ કરી રહી છે.

અત્યાર સુધીમાં દૂધમાં ભેળસેળ, ચીઝમાં ભેળસેળ, ખાવીમાં ભેળસેળના અહેવાલો સામે આવ્યા છે, પરંતુ હવે ચાના પાવડરમાં પણ ભેળસેળ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. મુંબઈ પોલીસે ચાના પાઉડરમાં ભેળસેળના રેકેટનો ભાંડો ફોડીને હલચલ મચાવી દીધી છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચને મળેલી માહિતીના આધારે તેઓએ મુંબઈના શિવડી બંદર રોડ પર દરોડા પડ્યા હતા.

દરોડા દરમિયાન કુલ 430 કિલો ચાનો પાવડર જપ્ત કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલ ભેળસેળયુક્ત ચાના પાવડરની કિંમત 85,000 રૂપિયા હોવાનું કહેવાય છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ કૌભાંડમાં વધુ કેટલા લોકો સંડોવાયેલા છે તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.

mumbai mumbai news mumbai police Crime News mumbai crime news