થાણે : ભિવંડીમાં યુવક પર સંબંધીએ કર્યો ગોળીબાર

22 November, 2020 07:33 AM IST  |  Thane | Agency

થાણે : ભિવંડીમાં યુવક પર સંબંધીએ કર્યો ગોળીબાર

પ્રતીકાત્મક તસવીર

થાણે જિલ્લાના ભિવંડી શહેરમાં ૩૮ વર્ષની એક વ્યક્તિ પર તેના સંબંધીએ કથિત રીતે ગોળીબાર કર્યો હતો, જેમાંથી તેનો બચાવ થયો હોવાનું પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું. ઘટના શુક્રવારે વહેલી સવારે ભિવંડીના નાગાવ વિસ્તારમાં થઈ હતી એમ પોલીસે જણાવ્યું હતું.

આરોપી અશફાક સિદ્દીકીની હજી સુધી પોલીસે ધરપકડ કરી નથી એમ જણાવતાં પોલીસે વધુમાં ઉમેર્યું હતું કે આરોપી નૌશાદ સિદ્દીકી અને પીડિત અશફાક સંબંધી છે અને નાગાવ વિસ્તારમાં રહે છે. નૌશાદને તેમના સંબંધમાંની એક છોકરી સાથે અતરંગ સંબંધ છે. આરોપીએ આ બાબતે તેને ધમકી પણ આપી હતી પણ તે વ્યર્થ સાબિત થઈ હતી એમ શાંતિનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું. આ મુદ્દા પર નારાજ થયેલા અશફાકે તેના સંબંધી પાસેથી રિવૉલ્વર મેળવીને શુક્રવારે રાત્રે એક વાગે પીડિત પોતાના ઘરમાં સૂતો હતો ત્યારે પોતાના ઘરની બારીમાંથી તેના પર ગોળી છોડી હતી. જોકે નૌશદ કોઈ પ્રકારની ઇજા વિના આબાદ બચી જવા પામ્યો હતો. આરોપી વિરુદ્ધ શુક્રવારે રાત્રે આઇપીસીની કલમ ૩૦૭ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

thane thane crime mumbai news mumbai