140 કરતાં પણ વધુ સીસીટીવી કૅમેરા તપાસીને પોલીસે સ્કૂટરચોરને પકડ્યો

16 April, 2021 08:43 AM IST  |  Mumbai | Mehul Jethva

૨૦ સ્કૂટર ચોરનાર યુવક લૉકડાઉનમાં નોકરી છૂટી જવાથી બન્યો હતો સ્કૂટરચોર

૨૦ સ્કૂટર ચોરનાર આરોપી સાથે મુલુંડ પોલીસની ટીમ.

લૉકડાઉન દરમિયાન અનેક લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે કલ્યાણના રિલાયન્સ માર્ટમાં સારી પોસ્ટ પર કામ કરતા એક યુવકની નોકરી છૂટી જતાં તેણે સ્કૂટરોની ચોરી શરૂ કરી હતી. તેણે કલ્યાણ, થાણે, ડોમ્બિવલી, ઉલ્હાસનગર જેવા વિસ્તારોમાંથી ૨૦ સ્કૂટરો ચોર્યાં હતાં. આમાંનાં કેટલાંક સ્કૂટરો તેણે પેપર વગર વેચી દીધાં હતાં. જોકે મુલુંડ પોલીસે આરોપીની ધરપકડ કરીને તમામ સ્કૂટરો પાછાં મેળવ્યાં હતાં.

મુલુંડમાં એકસાથે ચાર સ્કૂટરની ચોરીની ફરિયાદ છેલ્લા એક મહિનામાં આવી હતી. પોલીસે મુલુંડમાં ચાર સ્કૂટરોની જ્યાંથી ચોરી થઈ હતી એ રોડના આશરે ૧૪૦ કરતાં વધુ સીસીટીવી કૅમેરા તપાસ્યા હતા. એમાં એક યુવાન દેખાઈ આવ્યો હતો. આરોપી વિશે વધુ વિગતો ચેક કરીને પોલીસે કલ્યાણમાંથી લવેશ વાપળેની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે તેણે અન્ય જગ્યા૧૧એથી પણ સ્કૂટરોની ચોરી કરી છે. વધુ તપાસમાં પોલીસે અલગ-અલગ વિસ્તારોમાં તેણે રાખેલાં ૨૦ સ્કૂટર જપ્ત કર્યાં હતાં. 

મુલુંડ પોલીસ-સ્ટેશનના તપાસ અધિકારી સચિન કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીને પકડવામાં મોટી પરેશાની એ થઈ હતી કે તેની આ પહેલાં ક્યાંય ધરપકડ નથી થઈ. આરોપીએ મુલુંડ ઉપરાત કલ્યાણ, થાણે, ડોમ્બિવલી, ઉલ્હાસનગરમાં રોડ પર પાર્ક કરેલાં ૨૦ સ્કૂટરો ચોરીને અન્ય લોકોને વેચી દીધાં હતાં. હાલમાં અમે તમામ ૨૦ સ્કૂટર જપ્ત કર્યાં છે.’

mumbai mumbai news Crime News mumbai crime news kalyan mehul jethva