23 લાખની ચીટિંગ કરવા બદલ ઇન્વેસ્ટમેન્ટ ફર્મના નવની ધરપકડ

18 November, 2020 11:02 AM IST  |  Thane | Agency

23 લાખની ચીટિંગ કરવા બદલ ઇન્વેસ્ટમેન્ટ ફર્મના નવની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

આકર્ષક વળતરની લાલચ આપી પાંચ રોકાણકારો સાથે 23.02 લાખ રૂપિયાની ચીટિંગ કરવા બદલ એક ખાનગી ઇન્વેસ્ટમેન્ટ કંપનીના નવ અધિકારીઓ અને એજન્ટ્સની ધરપકડ કરી હોવાનું નવી મુંબઈ પોલીસના અધિકારીએ ગઈ કાલે જણાવ્યું હતું.

આરોપીઓએ રોકાણ યોજના હેઠળ આકર્ષક વળતરની લાલચ આપી કેટલાક લોકો પાસેથી રોકાણ મેળવ્યું અને ત્યાર બાદ લૉકડાઉનના ઓઠા હેઠળ મહારાષ્ટ્ર રાજ્યમાંથી પોતાનો વ્યવસાય બંધ કરી દીધો હોવાનું નવી મુંબઈના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ પ્રવીણ પાટીલે જણાવ્યું હતું.

કેટલાક રોકાણકારોની ફરિયાદને આધારે પોલીસે કંપનીના મૅનેજમેન્ટ ટીમના કેટલાક સભ્યો અને એજન્ટ સહિત કુલ નવ જણની ધરપકડ કરી હોવાનું તેમણે જણાવ્યું હતું.

કંપનીના ડિરેક્ટર સહિત અન્ય ત્રણ જણની શોધ કરવામાં આવી રહી છે. આરોપીઓ સામે આઇપીસીની વિવિધ કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. નવી મુંબઈના પોલીસ કમિશનર બિપિનકુમાર સિંહે લોકોને પોતાનાં નાણાંનું રોકાણ કરવા વધુ સાવચેત રહેવા અપીલ કરી હતી.

mumbai mumbai news Crime News mumbai crime news navi mumbai