નેવીના લેફ્ટનન્ટ પાસેથી બંદૂકની અણીએ 40,000 રૂપિયાની લૂંટ

25 February, 2020 07:37 AM IST  |  Mumbai | Anurag Kamble

નેવીના લેફ્ટનન્ટ પાસેથી બંદૂકની અણીએ 40,000 રૂપિયાની લૂંટ

પ્રતીકાત્મક તસવીર

ઇન્ડિયન નેવીના ૨૭ વર્ષના લેફ્ટનન્ટ વિનય શર્માને શનિવારે રાત્રે સૈફી હૉસ્પિટલ પાસે બંદૂકની અણીએ લૂંટી લેવામાં આવ્યા હતા. લેફ્ટનન્ટ મેટ્રોમાં ફિલ્મ જોઈને પાછા ફરી રહ્યા હતા એ સમયે ભારતીય નૌકાદળ વિશે વધુ જાણકારી મેળવવા લગભગ ૩૦ વર્ષનો એક યુવાન તેમની પાસે આવ્યો હતો. તેણે લેફ્ટનન્ટ પાસે લિફ્ટ માગી અને પછી અચાનક રિવૉલ્વરની અણીએ ૪૦,૦૦૦ રૂપિયાની લૂંટ કરી પલાયન થઈ ગયો હતો.

પોલીસ ફરિયાદમાં લેફ્ટનન્ટ શર્માએ જણાવ્યું હતું કે ‘મેટ્રો સિનેમા પાસે કાર પાર્કિંગ ન હોવાથી નજીકના પેટ્રોલ પંપ પાસે પાર્ક કરેલી કાર લેવા તેઓ જઈ રહ્યા હતા એ વખતે એક યુવાને તેમની પાસે આવી પોતાને પણ નેવીમાં જોડાવાની ઇચ્છા હોવાનું જણાવી નેવી વિશે વધુ જાણકારી મેળવવાના બહાને તેમની પાસે લિફ્ટ માગી હતી અને એસ. કે. પાટીલ ગાર્ડન તરફથી ગાડી લેવા જણાવી ગાર્ડન નજીક પહોંચતાં જ બંદૂક કાઢી તેમનું પર્સ અને ગળામાંની સોનાની ચેઇન આંચકી લીધાં હતાં અને તેની સામે ૫૦,૦૦૦ રૂપિયાની માગણી કરી હતી. શર્માએ તેમની કાર સૈફી હૉસ્પિટલ પાસે રોકીને એટીએમમાંથી ૪૦,૦૦૦ રૂપિયા કાઢીને તેને આપ્યા હતા. યુવાને વધુ પૈસાની માગણી કરતાં તેમણે ચોર-ચોરની બૂમ પાડી લોકોને ભેગા કરવાનો પ્રયાસ કર્યો હતો જેનાથી ડરીને તે યુવક પલાયન થઈ ગયો હતો.

આ પણ વાંચો : પુત્રવધૂ ટીના અંબાણી માટે દરરોજ એક ઇન્સ્પિરેશન છે કોકિલાબેન અંબાણી

બીજા દિવસે પોતાના સિનિયર્સ સાથે ચર્ચા કરી લેફ્ટનન્ટે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ લૂંટની ફરિયાદ નોંધી છે.

saifee hospital indian navy azad maidan mumbai news anurag kamble