Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પુત્રવધૂ ટીના અંબાણી માટે દરરોજ એક ઇન્સ્પિરેશન છે કોકિલાબેન અંબાણી

પુત્રવધૂ ટીના અંબાણી માટે દરરોજ એક ઇન્સ્પિરેશન છે કોકિલાબેન અંબાણી

24 February, 2020 08:45 PM IST | Mumbai Desk

પુત્રવધૂ ટીના અંબાણી માટે દરરોજ એક ઇન્સ્પિરેશન છે કોકિલાબેન અંબાણી

પુત્રવધૂ ટીના અંબાણી માટે દરરોજ એક ઇન્સ્પિરેશન છે કોકિલાબેન અંબાણી


ટીના અંબાણીએ સાસુ કોકિલાબેન અંબાણીના જન્મદિવસે સોશિયલ મીડિયા પર શૅર કરી ખાસ પોસ્ટ. પોસ્ટમાં ટીના અંબાણીએ કોકિલાબેન અંબાણીને કહ્યું છે કે, "મમ્મી, તમે દરરોજ અમારા બધાં માટે ઇન્સ્પિરેશન છો."

ટીના અંબાણીએ ઇન્સ્ટાગ્રામ પર સાસુ કોકિલાબેનના 86મા જન્મદિવસે તેમને વધામણી આપતી પોસ્ટ શૅર કરી છે. કોકિલાબેન તેમની માટે દરરોજ એક નવું પ્રોત્સાહન છે તેમ કહીને તેમણે કોકિલાબેન અંબાણીનો આભાર વ્યક્ત કરતી પોસ્ટ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરી છે.



 
 
 
View this post on Instagram

Mummy, you are an inspiration for us all, each and every day, in myriad ways. Thank you for being who you are. Happy birthday!

A post shared by Tina Ambani (@tinaambaniofficial) onFeb 23, 2020 at 6:09pm PST


આ પોસ્ટની સાથે ટીના અંબાણીએ અન્ય ત્રણ ફેમિલી ફોટોઝ પણ શૅર કર્યા છે. જેમાં પહેલી તસવીરમાં ટીના અંબાણી સાસુ કોકિલા અંબાણી સાથે પૉઝ આપી રહ્યા છે. આ તસવીર ઇશા અંબાણીના વેડિંગ રિસેપ્શનની છે જે ગયા વર્ષે ડિસેમ્બરમાં હતું, બીજી તસવીરમાં કોકિલાબેન અંબાણી નાના દીકરા અનિલ અંબાણી સાથે દેખાય છે.


અને છેલ્લી તસવીર જે દર્શાવે છે કે અનિલ અંબાણી અને ટીના અંબાણી તેમના બે દીકરાઓ જય અંશુલ અંબાણી અને જય અનમોલ અંબાણી, ધીરુભાઇ અંબાણીની પોર્ટ્રેટ તસવીર સાથે પૉઝ આપી રહ્યા છે.

જન્મદિવસની આ પોસ્ટ લગભગ એક જ કલાકમાં 600થી વધારે લાઇક્સ મેળવી ચૂકી હતી. સાથે જ તસીવરો પર ઘણી બધી કોમેન્ટ્સ પણ આવી રહી હતી જેમાં લોકો કોકિલાબેન અંબાણીને જન્મદિવસની વધામણી આપતાં હતા તેમજ તે સ્વસ્થ રહે તેવી કામના પણ કરતાં હતા.

કોકિલાબેન અંબાણીનો જન્મ જામનગર, ગુજરાતમાં થયો. તેઓ ધીરુભાઇ અંબાણી સાથે લગ્ન કરીને 21ની વયે મુંબઇ આવ્યા અને હવે તે તેમના મોટાં દીકરા મુકેશ અંબાણી સાથે રહે છે.

Whatsapp-channel Whatsapp-channel

24 February, 2020 08:45 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK