Mumbai Crime: બોરીવલીમાં ચોરીની શંકામાં એક યુવકની ઢોર માર મારી હત્યા, 5ની ધરપકડ

26 May, 2023 12:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બોરીવલી(Borivali)પૂર્વ વિસ્તારમાં લોકોએ ચોરીની શંકામાં એક યુવકને ઢોર માર માર્યો હતો. આ ઘટનામાં શખ્સનું મોત થયું છે. પોલીસે (Mumbai crime) 5 લોકોની ધરપકડ કરી છે.

ડાબી બાજુ બોરીવલીના વિસ્તાર જ્યાં લિંચિંગની ઘટના બની હતી, જમણી બાજુ (પ્રવીણ લહાણે)

ગુરુવારે વહેલી સવારે બોરીવલી(Borivali)પૂર્વ વિસ્તારમાં લોકોએ ચોરીની શંકામાં એક યુવકને ઢોર માર માર્યો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસ (Mumbai Police)ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ટોળા દ્વારા હુમલો કરવામાં આવતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. લોકો તેને ચોર સમજી તેની સાથે મારપીટ કરી હતી. તેણે કહ્યું કે પોલીસની એક ટીમ પ્રવીણ લહાણેને ટોળામાંથી બચાવવામાં સફળ રહી અને તેને પહેલા કસ્તુરબા માર્ગ પોલીસ સ્ટેશન અને પછી નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ.

તેણે કહ્યું કે તેને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી અને તે ફરીથી પોલીસ સ્ટેશન ગયો હતો. જો કે, થોડા સમય પછી તેને બેચેની થઈ અને તેને તે જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેનું મૃત્યુ થયું.

આ પણ વાંચો: મુંબઈકર્સને ફરી નહીં મળે પાણી, 27 મેથી મુંબઈના આ વિસ્તારમાં પાણી કાપ

પોલીસ અધિકારીએ કહ્યું કે અમે પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. લહાણે પર હુમલાના સંબંધમાં કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે. વધુ તપાસ ચાલુ છે. અમે ઘટનાસ્થળની નજીકના સીસીટીવી ફૂટેજને સ્કેન કર્યા છે. એક ફૂટેજમાં ઘટના કેદ થઈ છે. અડધા ડઝનથી વધુ લોકો લહાને પર હુમલો કરતા અને માર મારતા જોવા મળ્યા હતા. અન્ય ફૂટેજમાં લહાને કૂદીને બિલ્ડિંગમાં પ્રવેશતા જોઈ શકાય છે.

પોલીસે ઉમેર્યુ કે તે કસ્ટોડિયલ ડેથ નથી, અમે કેસ નોંધ્યો છે અને 304(2), 143,144,147,148, 149 અને મહારાષ્ટ્ર પોલીસ એક્ટ કલમ 37 (1) (A), 135 સહિત IPCની વિવિધ કલમો હેઠળ 5 આરોપીઓની ધરપકડ કરી છે.

પૂછપરછ દરમિયાન એવું બહાર આવ્યું છે કે લહાણે વ્યવસાયે ખેડૂત હતો અને નાસિક જિલ્લાના સિન્નરમાં રહેતો હતો. તે અન્ય કેટલાક વ્યવસાય પણ કરતો હતો. તેમના મોટા ભાઈ પ્રકાશ લહાણે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશન સાથે જોડાયેલા મુંબઈ પોલીસમાં આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર છે.

mumbai news mumbai police borivali