મુંબઈ: થાણેના બનાવટી કૉલ સેન્ટર પર પોલીસ ત્રાટકી

12 March, 2020 07:38 AM IST  |  Mumbai | Diwakar Sharma, Shirish Vaktania

મુંબઈ: થાણેના બનાવટી કૉલ સેન્ટર પર પોલીસ ત્રાટકી

આરોપીઓ

થાણેમાં રોજ હજારો લોકોની લાખો રૂપિયાની છેતરપિંડી કરતા થાણેના બનાવટી કૉલ સેન્ટર વિશે ‘મિડ ડે’એ વિગતવાર ઇન્વેસ્ટિગેશન કર્યા પછી થાણે પોલીસે સ્ટેજ ડોર કમ્યુનિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના બે ડિરેક્ટર્સ ગણેશ તિરુવલ્લી અને ગણેશ માંજરેકર અને ત્રણ ટીમ લીડર્સ જ્ઞાનેશ્વર કાંબળે, ધીરજ સિંહ અને તુષાર સોનાવણેની ધરપકડ કરી છે. પોલીસે ગઈ કાલે સાંજે ૬.૩૦ વાગ્યે કંપનીની ઑફિસ પર દરોડો પાડીને ૩૦ હાર્ડ ડિસ્ક્સ જપ્ત કરી હતી અને આરોપીઓએ વાપરેલા મોબાઇલ ફોન્સની શોધખોળ-તપાસ ચાલે છે. ‘મિડ-ડે’એ આપેલા પુરાવા ૨૪ દિવસ તપાસ્યા પછી ઉક્ત કંપનીની છેતરપિંડીનો ભોગ બનેલા માણસનો સંપર્ક સાધ્યો હતો. ઑગસ્ટ મહિનાથી છ મહિનાના ગાળામાં તે વ્યક્તિની ૧.૬૪ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. પોલીસે સ્ટેજ ડોર કંપનીની છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને ફરિયાદ નોંધાવવા આવવાનો અનુરોધ કર્યો છે. આ કંપનીના કૉલર્સ દેશનાં વિવિધ રાજ્યોનાં ગામડાંમાં રહેતા લોકોને છેતરતા હતા. પોલીસે કૉલ ડેટા રેકૉર્ડ્સ (સીડીઆર)ને આધારે કંપની દ્વારા છેતરાયેલા લોકોનો સંપર્ક સાધ્યો હતો.

કંપનીના કૉલરે બજાજ ફાઇનૅન્સ કંપનીના એક્ઝિક્યુટિવ હોવાનો દાવો કરીને અરબાઝ શેખ નામના ગ્રામજનને છેતર્યો હતો. અરબાઝને ઝીરો પર્સેન્ટ ઇન્ટરેસ્ટની લોન ઉપલબ્ધ કરાવવાની લાલચ આપવામાં આવી હતી. ત્યાર પછી સ્ટૅમ્પ પેપર, નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ, ઍગ્રીમેન્ટ વગેરેના નામે ૨૦૧૯ના ઑગસ્ટ મહિનાથી ૨૦૨૦ના જાન્યુઆરી મહિના સુધીમાં ઘણા પૈસા ઓળવી લીધા છતાં લોન અપાઈ નહોતી.

સૌથી પહેલાં ગયા ફેબ્રુઆરી મહિનામાં સોલાપુર જિલ્લાના સાંગોલાના પોલીસ સ્ટેશને સ્ટેજ ડોર કંપની પર ચીટિંગનો કેસ નોંધ્યો હતો.

thane thane crime mumbai crime branch mumbai crime news Crime News mumbai news diwakar sharma shirish vaktania