Mumbai Crime: કરિશ્મા તન્નાના પતિ અને અભિનેતા સમીર કોચર સાથે થઈ કરોડોની છેતરપિંડી

22 November, 2023 08:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કરિશ્મા તન્ના, વરુણ બંગેરા અને સમીર કોચરે રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ ફર્મના માલિક અને ચલાવતા દંપતી વિરુદ્ધ રૂા. 1.3 કરોડની કથિત છેતરપિંડી (Mumba Crime)નો કેસ નોંધાવ્યો છે

કરિશ્મા તન્ના અને વરુણ બંગેરા

બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા તન્ના (Karishma Tanna)ના પતિ વરુણ બંગેરા (Varun Bangera) અને ટીવી એક્ટર સમીર કોચર સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. કરિશ્મા તન્ના, વરુણ બંગેરા અને સમીર કોચરે રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ ફર્મના માલિક અને ચલાવતા દંપતી વિરુદ્ધ રૂા. 1.3 કરોડની કથિત છેતરપિંડી (Mumbai Crime)નો કેસ નોંધાવ્યો છે. કેસમાં દંપતી પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે બાંદરામાં ફ્લેટ વેચવાના નામે છેતરપિંડી કરી છે.

સ્ટાર્સ છેતરાયા

આ કેસમાં પોલીસે કહ્યું છે કે, “પ્રોનીત પ્રેમ નાથ અને તેની પત્ની અમીષા પર 2022માં બાંદરામાં તેમના કન્સ્ટ્રક્શન સાઈટ પર ફ્લેટ વેચવાના નામે ફરિયાદીના પરિવાર સાથે 1.03 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. ફરિયાદ મુજબ, કોચર અને કરિશ્મા તન્નાના પતિ વરુણ બંગેરાએ 2020માં લગ્ન કર્યા પછી પ્રનીત નાથ અને તેની પત્ની અમીષા પાસેથી બાંદરા પશ્ચિમના પાલીહિલ વિસ્તારમાં બે ફ્લેટ ખરીદવાનું નક્કી કર્યું હતું.

ફ્લેટ પહેલેથી જ વેચાઈ ગયો હતો

સમીર કોચરે 1.95 કરોડ રૂપિયામાં ફ્લેટ ખરીદ્યો અને વરુણ બંગેરાએ 90 લાખ રૂપિયામાં ફ્લેટ ખરીદ્યો હતો. આ માટે સમીરે રૂા. 58.50 લાખ અને વરુણે રૂા. 44.66 લાખ ચૂકવ્યા હતા, ત્યારબાદ જૂન 2023માં આરોપીઓએ કહ્યું હતું કે, તેઓ ફ્લેટ વેચવા માગતા નથી, પરંતુ જાણવા મળ્યું કે સંબંધિત ફ્લેટ પહેલેથી જ વેચી દેવામાં આવ્યો હતો.

પોલીસે ગુનો નોંધ્યો

હવે આ મામલામાં મુંબઈની અંધેરી પોલીસે આરોપી પતિ-પત્ની વિરુદ્ધ આઈપીસીની કલમ 409 અને 420 હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે, જેના માટે વધુ માહિતી એકઠી કરવામાં આવી રહી છે.

mumbai crime news mumbai police karishma tanna mumbai mumbai news