અંધેરી પોલીસે રિક્ષા ચોરતી ટોળકી પકડી

21 March, 2021 11:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાર્ક કરેલી રિક્ષા ચોરતી ટોળકીને અંધેરી પોલીસે ઝડપી લેતાં ૪૦ રિક્ષાની ચોરીના કેસ સૉલ્વ થઈ ગયા હતા.

પ્રતીકાત્મક તસવીર

પાર્ક કરેલી રિક્ષા ચોરતી ટોળકીને અંધેરી પોલીસે ઝડપી લેતાં ૪૦ રિક્ષાની ચોરીના કેસ સૉલ્વ થઈ ગયા હતા. ૧૩ માર્ચે અંધેરી-કુર્લા રોડ પરથી એક રિક્ષા ચોરાઈ હતી. રિક્ષામાલિકે અંધેરી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ કરી સીસીટીવી ફુટેજ મેળવી એક આરોપીને ગોરેગામના દિંડોશીથી ઝડપી લીધો હતો. તપાસમાં જાણવા મળ્યા મુજબ મુંબઈમાથી રિક્ષા ચોરી વસઈના એક ગૅરેજમાં લઈ જવાતી. ત્યાં એનો એન્જિન નંબર, ચૅસિસ નંબર અને રજિસ્ટ્રેશન નંબર બદલીને ફરી મુંબઈમાં વેચી દેવાતી હતી.  

mumbai mumbai news andheri crime news mumbai crime news