ભાડું નકારનારા ૨૮,૮૧૪ રિક્ષા-ટૅક્સી ડ્રાઇવરોનાં લાઇસન્સ કૅન્સલ થશે

06 May, 2025 09:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈના ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટે આ બાબતે છેલ્લા ૧૫ દિવસમાં ૧૮ એપ્રિલથી બીજી મે સુધી ખાસ અભિયાન ચલાવ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

રેલવે-સ્ટેશન, બસ-સ્ટૅન્ડ અને માર્કેટમાં ખાસ કરીને પીક-અવર્સ દરમ્યાન રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરો ભાડું નકારે છે. ખાસ કરીને નજીકના ભાડા માટે તેઓ તૈયાર નથી થતા અને લોકોએ હાલાકી વેઠવી પડે છે. ઘણી વાર હાથમાં સામાન હોય, બસની લાંબી લાઇન લાગી હોય, ઘરે બાળકો એકલાં હોય એવા સમયે રિક્ષા ન મળતાં મહિલાઓની હાલત કફોડી થઈ જાય છે. મુંબઈના ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટે આ બાબતે છેલ્લા ૧૫ દિવસમાં ૧૮ એપ્રિલથી બીજી મે સુધી ખાસ અભિયાન ચલાવ્યું હતું અને ભાડું નકારનારા ૨૮,૮૧૪ રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરોને ઝડપી લઈને તેમનાં લાઇસન્સ કૅન્સલ કરવાની પ્રોસીજર શરૂ કરી છે.

એ ઉપરાંત યુનિફૉર્મ ન પહેરવા બદલ ૧૧૬૪, વધુ પ્રવાસીઓ બેસાડવા બદલ ૬૨૬૮ અને ૧૨,૧૭૧ અન્ય નિયમોનો ભંગ કરવા બદલ રિક્ષા અને ટૅક્સી-ડ્રાઇવરો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

mumbai traffic police mumbai traffic mumbai news mumbai news mumbai transport mumbai travel travel news travel