Mumbai Covid Cases: મુંબઈગરાઓ માસ્ક પહેરવાનું ચાલુ કરો... મુંબઈમાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો

19 May, 2025 06:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Covid Cases: તબીબી નિષ્ણાતોએ સામાન્ય પ્રજાને એ વાતની ખાતરી આપી છે કે અત્યાર સુધીમાં નોંધાયેલા કેસોમાં હળવા અથવા તો સૌમ્ય કહી શકાય તેવા લક્ષણો દેખાયા છે.

પ્રતીકાત્મક તસવીર

આખા વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસે (Mumbai Covid Cases) પાછો ઊથલો માર્યો હોવાની માહિતી મળી રહી છે. હોંગકોંગ અને સિંગાપોરમાં ફરી કોરોના મહામારીએ માથું ઉચક્યું હોવાના અહેવાલોએ આખા વિશ્વને ચિંતામાં મૂક્યું છે. હવે મુંબઈમાં પણ ખતરાની લાલ ઘંટી વાગી હોય એમ કહી શકાય. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર મુંબઈમાં છેલ્લા કેટલાંક દિવસોથી કોરોનાના પેશન્ટ વધી રહ્યા છે. 

તમને જણાવી દઈએ કે ડોક્ટરોએ આ મામલે કહ્યું છે કે હોસ્પિટલોમાં દાખલ થનારા દર્દીઓ અને દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તમને કહી દઈએ કે હાલમાં દર્દીઓમજે લક્ષણો દેખાયા છે તે સૌમ્ય છે. 

જો કે, તબીબી નિષ્ણાતોએ સામાન્ય પ્રજાને એ વાતની ખાતરી આપી છે કે અત્યાર સુધીમાં નોંધાયેલા કેસો (Mumbai Covid Cases)માં હળવા અથવા તો સૌમ્ય કહી શકાય તેવા લક્ષણો દેખાયા છે. આ કેસોને વર્ષ 2020 અને 2022ની વચ્ચે વિશ્વભરમાં ફેલાયેલા ઘાતક કોરોનાની લહેર સાથે જોડી શકાય નહીં. હાલમાં જ જારી કરાયેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના કોવિડ ડેશબોર્ડ અનુસાર ભારતમાં માત્ર 93 સક્રિય કેસ છે, જે દર્શાવે છે કે રાષ્ટ્રીય સ્તરે આ મામલે સ્થિતિ ચિંતાજનક નથી.

આમ, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે કોરોના પાછો આવ્યો હોવા છતાં પણ તેમ કોઈ ગભરાવાનું કોઈ કારણ નથી. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કોરોનાના લક્ષણો દેખાય છે તો વ્યક્તિએ ગભરાવું જોઈએ નહીં અને ઉકેલની યોજના કરવી. 

મુંબઈમાં આમ જોઈએ તો સામાન્યરીતે દર મહિને 10થી 12 દર્દીઓ જોવા મળે છે. બીએમસીનાં એક્ઝિક્યુટિવ હેલ્થ ઓફિસર ડૉ. દક્ષા શાહે જણાવ્યું હતું કે હાલમાં કોવિડ (Mumbai Covid Cases) અંગે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. કોરોના આપણી વચ્ચે જ રહેવાનો છે. તે ક્યાંય જશે નહીં. માટે જ તેનાથી ડરવાને બદલે સાવધ રહેવાની જરૂર છે. બીએમસીના જાહેર આરોગ્ય વિભાગે ડોકટરોને તાવના દર્દીઓ પ્રત્યે પણ સતર્ક રહેવાની સૂચના આપી છે.

તમને જણાવી દઈએ કે હોંગકોંગ અને સિંગાપોરમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ત્યાં કોરોના દર્દીઓની (Mumbai Covid Cases) સંખ્યામાં 28થી 30 ટકાનો વધારો પણ નોંધાયો છે. અહીં દર્દીઓની સંખ્યા 15,000 સુધી પહોંચી ગઈ હોવાના પણ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થિતિ વધુ ગંભીર જણાય છે. સિંગાપોરના આરોગ્ય મંત્રાલયે અંદાજિત કોવિડ કેસોમાં 28 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે, જે મેના પ્રથમ સપ્તાહમાં લગભગ 14,200 સુધી પહોંચી ગયો હતો. હવે મુંબઈમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાની સાથે જ વહીવટીતંત્રે લોકોને ડરવા કરતાં સાવધાની રાખવાની અપીલ કરી છે. 

ડોક્ટરો દ્વારા પણ તમામ નાગરિકોને માસ્ક પહેરવા, હાથ સાફ રાખવા અને ભીડવાળી જગ્યાએ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.

mumbai news mumbai covid19 coronavirus ministry of health and family welfare maharashtra health tips