મુંબઈમાં સતત ચોથા દિવસે ૨૦,૦૦૦ જેટલા કેસ નોંધાયા

10 January, 2022 09:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍક્ટિવ કેસની સંખ્યા વધીને ૧,૧૭,૪૩૭ થઈ હતી

ફાઈલ તસવીર

શહેરમાં ગઈ કાલે ૬૮,૪૨૯ લોકોની કોવિડ-ટેસ્ટ કરવા સામે ૨૮.૫૩ ટકા સાથે કોરોનાના ૧૯,૪૭૪ કેસ નોંધાયા હતા. જોકે આમાંથી ૮૨ ટકા એટલે કે ૧૫,૯૬૯ મામલા એસિમ્પ્ટોમૅટિક હતા. ૧૧૮ દરદીને ઑક્સિજન બેડની જરૂર પડી હતી અને કુલ ૧૨૪૦ દરદીને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવા પડ્યા હતા. આ સાથે શહેરમાં હૉસ્પિટલમાં ઍડ્મિટ દરદીની સંખ્યા વધીને ૭૪૩૨ થઈ છે, જે કુલ ૩૪,૯૬૦ બેડ સામે ૨૧.૩ ટકા છે.
નવા કેસ નોંધાવાની સામે ગઈ કાલે ૮૦૬૩ દરદી રિકવર થયા છે, આથી અત્યાર સુધી ૭,૭૮,૧૧૯ દરદી ઠીક થયા છે, જ્યારે ઍક્ટિવ કેસની સંખ્યા વધીને ૧,૧૭,૪૩૭ થઈ હતી. ગઈ કાલે ૪૦થી ૬૦ વર્ષની વચ્ચેનો એક દરદી તો ૬ સિનિયર સિટિઝન દરદીનાં મૃત્યુ થયાં હોવાથી કુલ મૃત્યાંક ૧૬,૪૦૬ થયો છે. 
શહેરની રિકવરીની ટકાવારી વધુ ઘટીને ૮૫ ટકા થઈ છે, જ્યારે ૪૧ દિવસે કેસ ડબલ થઈ રહ્યા છે. સ્લમ્સ અને બેઠી ચાલમાં ઍક્ટિવ કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધીને ૧૭ થઈ હતી, જ્યારે સીલ કરાયેલી સોસાયટીની સંખ્યા ૧૨૩ થઈ છે. ગઈ કાલે ૩૯,૮૦૪ હાઇરિસ્ક લોકોની ટેસ્ટિંગ કરાઈ હતી, જ્યારે ૫૪૨ હાઇરિસ્ક દરદીઓ સારવાર હેઠળ હતા.

coronavirus covid19 mumbai mumbai news