મુંબઇમાં સતત બીજા દિવસે પણ કોવેક્સિનનો બીજો ડોઝ ન મળતા લોકો રોષે ભરાયા

10 May, 2021 04:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઇના વેક્સિનેશન સેન્ટરમાં સોમવારે પણ કોવેક્સિન નો ડોઝિસ ન મળ્યા હોવાનો સતત બીજો દિવસ રહ્યો. કોવેક્સિન આઉટ ઑફ સ્ટૉક હોવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઇ છે અને આ કારણે નાગરિકો  ભારે રોષે ભરાયા છે

નેસ્કોની જંબો ફેસિલીટીમાં વેક્સન માટે રાહ જોતા નગારિકો - તસવીર - સતેજ શિંદે

મુંબઇના વેક્સિનેશન સેન્ટરમાં સોમવારે પણ કોવેક્સિન નો ડોઝિસ ન મળ્યા હોવાનો સતત બીજો દિવસ રહ્યો. કોવેક્સિન આઉટ ઑફ સ્ટૉક હોવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઇ છે અને આ કારણે નાગરિકો  ભારે રોષે ભરાયા છે કારણકે મોટાભાગનાને કોવેક્સિનનો બીજો ડૉઝ લેવાનો વખત થઇ ગયો હોવા છતાં તેમને વેક્સિન નથી મળી રહી. 

બૃહ્નમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ પોતાના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યા અનુસાર 105 વેક્સિનેશન સેન્ટરનું લિસ્ટ જાહેર કર્યું હતું જે સોમવારે ચાલુ રહેવાના હતા પણ સાથે તે પણ જાણ કરી હતી કે આ તમામ વેક્સિનેશન સેન્ટરમાં કોવિશિલ્ડ વેક્સિન જ મળશે. 

રવિવારે પણ BMCએ કોવેક્સિનના ડોઝિસની વલત નહોતી કરી કારણકે પુરવઠો જ નહોતો. 

કેટલાક શહેરીજનોએ આ પરિસ્થિત અંગે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને  42 દિવસ પહેલાં તેમણે કોવેક્સિનનો પહેલો ડોઝ લીધો હોવા છતાં પણ તેમને બીજો ડોઝ ન મળવાની વ્યથા વ્યક્ત કરી હતી.

અધિકારી સાથે દલીલ કરતા નાગરિક. તસવીર - સતેજ શિંદે

સરકારની માર્ગદર્શિકા અનુસાર કોવેક્સિનના બે ડૉઝની વચ્ચે ચારથી છ અઠવાડિયાનું અંતર હોવું જોઇએ અને કોવિશિલ્ડના પહેલા અને બીજા ડૉઝ વચ્ચે ચારથી આઠ અઠવાડિયાનું અંતર હોવું જરૂરી છે.  આ અંગે સ્થાનિક રહેવાસી રૂપેશ લિંગાયતે ટ્વિટર પર પોતાનો રોષ વ્યક્ત કરતાં લખ્યું હતું કે તેમના પિતાએ કોવેક્સિનનો પહેલો ડૉઝ તો લીધો પણ હવે બીજો ડૉઝ લેવો અશક્ય બન્યો છે તે પણ પહેલા ડૉઝના 43 દિવસ પછી. તે 63 વર્ષનાં છે અને આ માટે મદદ મળે તે અનિવાર્ય છે. 

અન્ય એક રહેવાસી પરમ સંપટે પણ ટ્વીટ કરી જાણ કરી હતી કે તેમની બહેનને શનિવારે સાંજે ત્રણથી પાંચના સ્લોટમાં સમય મળ્યો હતો પણ જ્યારે તે પોણા ત્રણે વેક્સિનના બીજા ડૉઝ માટે પહોંચી ત્યારે તેમને સ્ટોક ન હોવાનું કહેવાયું અને સોમવારનું ટોકન આપવામાં આવ્યું હતું. સોમવારે તે આઠ વાગ્યે પહોંચ્યા તો પણ તેમને વેક્સિન નહીં મળે તેમ કહેવાયું અને આ તદ્દન બેજવાબદાર વહેવાર છે. 

 BMCના એક્ઝિક્યૂટિવ હેલ્થ ઑફિસર મંગલા ગોરમેને જ્યારે શહેરમાં કોવેક્સિનના ડૉઝનો પુરવઠો ન હોવા અંગે સવાલ કરવા માટે જે ફોનકૉલ કે ટેક્સ્ટ મેસેજ કર્યા હતા તેના કોઇ જવાબ નહોતા વાળ્યા.

BMCના એક રિપોર્ટ અનુસાર શહેરમાં કૂલ 1,76,505ને કોવેક્સિનના ડોઝ અપાયા છે જેમાંથી 1,20,167ને પહેલો ડોઝ મળ્યો છે અને 56,338ને બીજો ડોઝ પણ મળી ચૂક્યો છે.  રવિવાર સાંજ સુધીમાં મુંબઇમાં 27,00,431ને Covid-19 વિરોધી રસી અપાઇ છે જેમાંથી 20,52,963એ પહેલો ડોઝ મેળવ્યો છે અને 6,47,468ને બીજો ડોઝ પણ મળી ચૂક્યો છે.  હાલમાં મુંબઇમાં 175 વેક્સિનેશન સેન્ટર એક્ટિવ છે જેમાંથી 81 BMC દ્વારા સંચાલિત છે, 20 રાજ્ય સરકાર દ્વારા અને 74 ખાનગી સેન્ટર્સ છે. 

 

mumbai news coronavirus covid19