મુંબઈમાં કોરોના પૉઝિટિવ કેસનો આંક ૫૦૦ને પાર

15 October, 2021 01:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અત્યાર સુધીના પૉઝિટિવ કેસનો કુલ આંકડો હવે ૭,૪૯,૬૨૦ પર પહોંચી ગયો છે

ફાઈલ તસવીર

મુંબઈમાં ગઈ કાલે ૩૭,૦૦૭ લોકોની કોરોનાની ટેસ્ટ કરાઈ હતી જેમાંથી ૫૪૬ જણની ટેસ્ટ પૉઝિટિવ આવી હતી. ગઈ કાલના ૫૪૬ પૉઝિટિવ કેસ સાથે અત્યાર સુધીના પૉઝિટિવ કેસનો કુલ આંકડો હવે ૭,૪૯,૬૨૦ પર પહોંચી ગયો છે. એ સામે ગઈ કાલે ૩૩૭ દરદીઓ કોરોનામાંથી સાજા થયા હતા. મુંબઈમાં કુલ સાજા થયેલા દરદીઓની સંખ્યા હવે ૭,૨૫,૬૧૯ પર પહોંચી છે. મુંબઈમાં ગઈ કાલે કોરોનાને કારણે પાંચ જણનાં મૃત્યુ થયાં હતાં. એમાંથી ચાર દરદીઓ પહેલેથી જ કોઈ ને કોઈ બીમારીથી પીડાતા હતા. મૃતકોમાં બે પુરુષો હતા, જ્યારે ત્રણ મહિલાઓ હતી. ચાર મૃતકોની ઉંમર ૬૦ વર્ષ કરતાં વધુ હતી, જ્યારે એક મૃતક ૪૦ વર્ષથી નાનો હતો. મુંબઈમાં કોરોનાનો ડબલિંગ રેટ ગઈ કાલે ૧૧૫૧ દિવસ થઈ ગયો હતો. ગઈ કાલે મુંબઈમાં ઍક્ટિવ સીલ કરાયેલી ઇમારતોની સંખ્યા ૫૭ હતી.

mumbai mumbai news coronavirus covid19