મુંબઈમાં વધુ ચાર સોસાયટીઓ સીલ કરાઈ, પણ કેસ અને પૉઝિટિવિટી ઘટ્યાં

25 October, 2021 02:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે નવા નોંધાયેલા કેસ કરતાં વધુ એટલે કે ૫૩૧ દરદી રિકવર થયા હતા

ફાઈલ તસવીર

શહેરમાં ગઈ કાલે ૪૧,૧૧૦ લોકોની કોરોનાની ટેસ્ટ કરાઈ હતી, જેમાં ૦.૯૯ ટકા પૉઝિટિવિટી સાથે ૪૦૮ કેસ નોંધાયા હતા. ગઈ કાલે મુંબઈમાં વધુ ૬ દરદીનાં મૃત્યુ થયાં હતાં, જેમાં એક દરદી ૪૦થી ૬૦ વર્ષની ઉંમરનો હતો તો બાકીના પાંચ દરદી સિનિયર સિટિઝન હતા. આ સાથે શહેરમાં કુલ મૃત્યાંક ૧૬,૨૧૩ થયો છે. ગઈ કાલે નવા નોંધાયેલા કેસ કરતાં વધુ એટલે કે ૫૩૧ દરદી રિકવર થયા હતા. આ સાથે મુંબઈમાં નોંધાયેલા કોવિડના કુલ ૭,૫૩,૬૮૦ કેસમાંથી ૭,૩૦,૭૧૪ રિકવર થયા હતા. ઍક્ટિવ કેસનો આંકડો વધુ ઘટીને ૪,૨૨૭ થયો હતો. શહેરમાં રિકવરીની ટકાવારી ૯૭ યથાવત્‌ રહી છે. કેસ ડબલિંગનો દર વધારા સાથે ૧,૩૨૮ દિવસ થયો છે. ગઈ કાલે એકેય સ્લમ અને બેઠી ચાલ સીલ નહોતી, જ્યારે પાંચ કે એનાથી વધુ કોરોનાના ઍક્ટિવ કેસ ધરાવતી ઇમારતોની સંખ્યામાં ચારના વધારા સાથે ૪૩ થઈ હતી. છેલ્લા ૨૪ કલાકમાં ૨,૧૪૪ લોકોનું હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ ટ્રેસિંગ કરાયું હતું, જેમાંથી ૫૩૮ હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ મળી આવ્યા હતા.

mumbai mumbai news coronavirus covid19