મહારાષ્ટ્રમાં ઝડપથી વધી રહ્યા છે કોરોનાના કેસ, પૂણેમાં સ્કૂલ-કૉલેજ બંધ

21 February, 2021 02:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં ઝડપથી વધી રહ્યા છે કોરોનાના કેસ, પૂણેમાં સ્કૂલ-કૉલેજ બંધ

ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રમાં ઝડપથી કોરોના વાઈરસના કેસો વધી રહ્યા છે. કોરોના વાઈરસના વધતા કેસને જોતા પૂણેમાં સ્કૂલ-કૉલેજને બંધ કરી દેવામાં આવી છે. આ સાથે મહારાષ્ટ્રમાં સરકાર નાઈટ કર્ફ્યૂ લગાવવા પર વિચારણા ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર કોરોના વાઈરસના વધતા કેસો પર એક બેઠક યોજાવાની છે, જેમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકાય છે.

પૂણેમાં તમામ શાળા-કોલેજો બંધ

પૂણેમાં કોરોના વાઈરસના કેસો ઝડપથી વધી રહ્યા છે. આ જોતા અહીંની તમામ શાળાઓ અને કૉલેજોને બંધ કરી દેવામાં આવી છે. પૂણેના વિભાગીય કમિશ્નર (Pune Divisional Commissioner)એ જણાવ્યું કે રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી COVID-19ના વધતા કેસને જોતા આવશ્યક સેવાઓમાં સામેલ લોકોને છોડીને કોઈને પણ આવવાની અને જવાની અનુમતિ આપવામાં આવશે નહીં. આ સાથે જ તેમણે કહ્યું કે પૂણે જિલ્લામાં સ્કૂલ અને કૉલેજ 28 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. તેમણે કહ્યું કે કોરોનાને લઈને નવી ગાઈડલાઈન્સ કાલેથી લાગુ કરવામાં આવશે.

નાઈટ કર્ફ્યૂ લગાવવા પર વિચાર

મહારાષ્ટ્રના મંત્રી વિજય વડેટ્ટીવાર (Vijay Wadettiwar) મુજબ મહારાષ્ટ્ર સરકાર રાજ્યના કેટલાક જિલ્લામાં નાઈટ કર્ફ્યૂ લગાવવા પર વિચારણા કરી રહી છે. મહારાષ્ટ્રમાં COVID-19 કેસમાં તાજેતરના કેસોને જોતા ઉદ્ધવ સરકારે વાઈરસ પર અંકુશ લગાવવા માટે એક નાઈટ કર્ફ્યૂ લગાવવા પર વિચાર કરી રહી છે, રાજ્યના રાહત અને પુનવર્સન પ્રધાન વિજય વડેટ્ટીવારે રવિવારે જાણકારી આપતા કહ્યું કે એના પર રાજ્ય સરકાર ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લેશે. તેમણે જણાવ્યું કે એને લઈને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાવાની છે, જેમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.

આ દરમિયાન એવા પણ સમાચાર આવી રહ્યા છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે સાંજે સાત વાગ્યે મહારાષ્ટ્રના લોકોને સંબોધિત કરશે. સીએમ ઉદ્ધવ ઠાકરેના આ સંબોધનને લઈને ઘણી અટકળો ચાલી રહી છે. હકીકતમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં અચાનક કોરોના વાઈરસના કેસોમાં વધારો થવા લાગ્યો છે. એવામાં અટકળો છેકે મહારાષ્ટ્રમાં ઘણી જગ્યાઓ પર લૉકડાઉન લાગુ કરવામાં આવી શકે છે.

મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ થઈ રહી છે બેકાબૂ

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં કોરોના વાઈરસના તમામ એક્ટિવ કેસોમાંથી 74 ટકા કેસ મહારાષ્ટ્ર અને કેરળના છે. અહીં કોરોનાથી મૃત્યુ પણ સૌથી વધારે થઈ છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાાકમાં રાજ્યમાં કોરોનાના 6281 નવા કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન 40 લોકોનાં મોત નીપજ્યાં છે.

mumbai mumbai news maharashtra coronavirus covid19 lockdown uddhav thackeray