Mumbai Corona Update: શહેરમાં નોંધાયા માત્ર ૧૮ કેસ

04 April, 2022 08:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નવા મળી આવેલા કોરોના દર્દીઓને કારણે મુંબઈમાં સક્રિય દર્દીઓની સંખ્યા પણ વધીને 250 થઈ ગઈ છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યા આજે પણ ઘટી છે. બૃહન્મુંબઈ મહાનગર પાલિકાના આંકડા મુજબ આજે 20થી ઓછા કોરોના દર્દીઓ મળી આવ્યા છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)માં આજે પણ કોઈ મૃત્યુ નોંધાયું નથી. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અનુસાર, મુંબઈમાં 18 નવા કોરોના સંક્રમિત લોકો મળી આવ્યા છે અને 50 લોકોએ કોરોનાને માત આપી છે.

નવા મળી આવેલા કોરોના દર્દીઓને કારણે મુંબઈમાં સક્રિય દર્દીઓની સંખ્યા પણ વધીને 250 થઈ ગઈ છે. મુંબઈમાં રિકવરી રેટ પણ વધીને 98 ટકા થઈ ગયો છે. આજે નવા મળી આવેલા 18 દર્દીઓમાંથી ત્રણને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દરમિયાન આજે રાજ્યમાં માત્ર 52 નવા દર્દીઓ નોંધાયા છે. તેમ જ 107 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 77,25,791 દર્દીઓ સાજા થયા છે અને રાજ્યમાં સાજા થવાનો દર 98.11 ટકા છે. રાજ્યમાં આજે કોરોનાથી કોઈ મૃત્યુ નોંધાયું નથી. રાજ્યમાં રવિવારે બે લોકોના મોત થયા હતા. રાજ્યમાં કોરોના દર્દીનો મૃત્યુદર 1.87 ટકા છે. રાજ્યમાં સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 866 થઈ ગઈ છે.

mumbai mumbai news coronavirus covid19 brihanmumbai municipal corporation