Mumbai Corona Update: દર્દીઓની સંખ્યા ઘટી, છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા 1,815 નવા કેસ

25 January, 2022 08:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સારવાર દરમિયાન 10 મૃત્યુ પામ્યા હતા

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 1,815 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે. ગઈકાલની સરખામણીએ દર્દીઓની સંખ્યા પણ ઓછી હોવાથી મુંબઈકરોની ચિંતા ઓછી છે. દરમિયાન, રાજ્યમાં કોરોનાના દર્દીઓ હજુ પણ જોવા મળી રહ્યા છે, ત્યારે મ્યુનિસિપલ વહીવટીતંત્ર દ્વારા મુંબઈગરાંને હજુ પણ સાવચેતી રાખવા અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલમાં મુંબઈમાં 22,184 સક્રિય કોરોનાના દર્દીઓ છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, મંગળવારે મુંબઈમાં 1,815 નવા દર્દીઓ મળી આવ્યા હતા અને સારવાર દરમિયાન 10 મૃત્યુ પામ્યા હતા. કોરોનાથી મૃત્યુઆંક વધીને 16,556 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 753 લોકોએ કોરોનાને માત આપી છે. તેથી, હાલમાં મુંબઈનો રિકવરી રેટ 96 ટકા છે.

હાલ મુંબઈમાં 34 ઈમારતો સીલ કરવામાં આવી છે. તેમ જ નવા મળી આવેલા 1,815 દર્દીઓમાંથી માત્ર 293 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે અને 37,874 બેડમાંથી માત્ર 3 હજાર 474 બેડ જ ઉપયોગમાં છે.

mumbai mumbai news coronavirus covid19