Mumbai Corona Update: શહેરમાં નોંધાયા 2 હજારથી વધુ નવા કેસ, બેનાં મોત

18 June, 2022 07:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તો બીજી તરફ 1743 લોકોએ કોરોનાને માત આપી છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં કોરોના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. શનિવારે મુંબઈમાં કોરોનાના 2054 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 2 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા હતા. મુંબઈમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈને સ્વાસ્થ્ય નિષ્ણાતો સતત ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. મુંબઈમાં કોરોના વિસ્ફોટ બાદ આરોગ્ય વિભાગ પણ એલર્ટ મોડમાં આવી ગયું છે.

તો બીજી તરફ 1743 લોકોએ કોરોનાને માત આપી છે. આ સાથે જ એક્ટિવ દર્દીઓની સંખ્યા 13613 પર પહોંચી ગયા છે. હાલ શહેરનો રિકવરી રેટ 97 ટકા છે. દર્દીઓ બમણા થવાનો દર 389 દિવસ થઈ ગયો છે.

આ પહેલા શુક્રવારે મહારાષ્ટ્રમાં 4,165 કોરોના કેસ નોંધાયા હતા. તે જ સમયે ૩ સંક્રમિત લોકોએ જીવી ગુમાવ્યો હતો. તો મુંબઈમાં કોરોનાના 2255 નવા કેસ નોંધાયા હતા, જેમાં 2 લોકોના મોત થયા હતા.

હાલમાં જ રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું હતું કે સંક્રમણ વધવા છતાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા હજુ પણ 2થી 3 ટકા છે. તેમણે કહ્યું હતું કે કોરોનાનું નવું સ્વરૂપ હજી સામે આવ્યું નથી.

mumbai mumbai news coronavirus covid19