મિડ-ડેના ફોટો જર્નલિસ્ટ આશિષ રાજે પર હુમલો કરનારા પોલીસો સામે કડક પગલાં

09 February, 2020 08:27 AM IST  |  Mumbai | Anurag Kamble

મિડ-ડેના ફોટો જર્નલિસ્ટ આશિષ રાજે પર હુમલો કરનારા પોલીસો સામે કડક પગલાં

ફોટો જર્નાલિસ્ટ આશિષ રાજે પર હુમલો કરનારા વરિષ્ઠ અધિકારીઓ સામે છેવટે મુંબઈ પોલીસે પગલાં લીધા હતા. મુંબઈ પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે નાગપાડા પોલીસ સ્ટેશનના બે અધિકારીઓ આ ઘટનામાં દોષી હોવાનું જાહેર થયું હતું. હવે બંને અધિકારીઓ સામે વિભાગીય તપાસ હાથ ધરવામાં આવશે.

મુંબઈ પ્રેસ ક્લબ અને ફોટોગ્રાફર્સ એસોસિએશને બંને ઑફિસર્સને સસ્પેન્ડ કરવાની માગણી કરી છે. મુંબઈ બાગ, નાગપાડામાં સીએએ વિરુદ્ધ કરવામાં આવી રહેલા વિરોધના ધરણાનું કવરેજ લેવા ગયેલા વરિષ્ઠ ફોટો જર્નાલિસ્ટ આશિષ રાજે મુંબઈ બાગમાં પ્રવેશ કરી રહ્યાં હતાં ત્યારે પોલીસને આઈડી કાર્ડ બતાવતી વેળાએ મહિલાઓથી અંતર જાળવવાની કોશિશમાં બેરિકેડ્સથી આગળ જતા રહ્યાં જેને કારણે પોલીસે તેમને લાઠીથી માર માર્યો હતો.

આ પણ વાંચો : NCP ચીફ શરદ પવારની હત્યાના ષડ્‌યંત્રની આશંકા

તપાસ દરમ્યાન આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર ઘનશ્યામ બોરાસે અને પ્રોબેશનરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અઝીમ શેખ દોષી જણાતાં તેમને નાગપાડા પોલીસ સ્ટેશનથી કંટ્રોલ રૂમ, સેન્ટ્રલ રિજન ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. બંને સામે વિભાગીય તપાસ ચાલુ છે.

anurag kamble mumbai mumbai news nagpada