NCP ચીફ શરદ પવારની હત્યાના ષડ્‌યંત્રની આશંકા

Published: Feb 09, 2020, 08:27 IST | Mumbai

પુણે પોલીસે પત્રકારો-ન્યુઝ પોર્ટલ સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી

NCP ચીફ શરદ પવાર
NCP ચીફ શરદ પવાર

મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને એનસીપીના ચીફ શરદ પવારની હત્યાનું ષડ્‌યંત્ર ઘડાયું હોવાની ચોંકાવનારી માહિતી જાણવા મળી છે. આ મામલામાં પુણેના શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં એક પત્રકાર અને જે પોર્ટલ પર કમેન્ટ કરાઈ છે તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

એનસીપીના કાર્યકર્તા લક્ષ્મીકાંત ખાબિયાએ નોંધાવેલી ફરિયાદમાં લખ્યું છે કે રાજ્યમાં મહા વિકાસ આઘાડીની સરકાર સત્તામાં આવ્યા બાદ બે પત્રકારો અને અન્ય લોકો દ્વારા સતત યુ-ટ્યુબ, એક ન્યુઝ પોર્ટલ, ટિકટોક પર પોસ્ટ કરેલા વિડિયો જોવા મળી રહ્યા છે, જેમાં યુવાનો અને શરદ પવારને ખતમ કરી નાખવા જોઈએ, આ માટે બૉમ્બ અને ગોળીઓનો ઉપયોગ કરવો જોઈએ એ ધ્યાનમાં આવ્યું છે. આથી શરદ પવારને મારવાના ષડ્‌યંત્રના ભાગરૂપે આ બધું સોશ્યલ મીડિયામાં વ્યક્ત કરાઈ રહ્યું હોવાથી સંબંધિતો સામે ફરિયાદ નોંધીને તેમની તપાસ થવી જોઈએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK