મુંબઇ પોલીસે મધર્સ ડે નિમિત્તે બાળક-માંનો મેળાપ કરાવ્યો, અત્યાર સુધી કૉન્સેટબલે ધવડાવીને સાચવ્યું

10 May, 2021 06:19 PM IST  |  Mumbai | Shirish Vaktania

. એક માએ તેના બે મહિનાના બાળકને ગરીબીને કારણે ત્યજી દીધું હતું. પોલીસ સ્ટેશનમાં એક કોન્સ્ટેબલે આ બાળકને પોતાનું દૂધ પાઇને બચાવ્યું. આ કોન્સ્ટેબલની વાત ભલભલાના દીલ જીતી રહી છે

કૉન્સ્ટેબલ સલમા શેખે ત્યજાયેલ બાળકની કાળજી સગી માંની માફક રાખી

રોગચાળાના સમયમાં જ્યાં આપણે સતત માઠા સમાચાર જ સાંભળ્યા કરીએ છીએ ત્યાં હિંગોલી પોલીસ સ્ટેશનમાં બનેલી ઘટનાએ લાગણીની નવી લહેર દોડાવી. એક માએ તેના બે મહિનાના બાળકને ગરીબીને કારણે ત્યજી દીધું હતું. પોલીસ સ્ટેશનમાં એક કોન્સ્ટેબલે આ બાળકને પોતાનું દૂધ પાઇને બચાવ્યું. આ કોન્સ્ટેબલની વાત ભલભલાના દીલ જીતી રહી છે. ઘણાં દિવસો બાદ જ્યારે  બાળકને તેની માતાને પાછું સોંપ્યું ત્યારે પોલીસે તેને પોલીસ વેલફેર ફંડમાંથી 1 લાખ રૂપિયાની મદદ કરી અને તેને નોકરી આપી તથા આગલા એક વર્ષ સુધી કરિયાણું આપવાનું વચન પણ આપ્યું. 

પોલીસ જણાવ્યું કે 50 વર્ષની આ મહિલા વિધવા છે અને એક પ્રેમ સંબધને પરિણામે તેણે આ દીકરાને જન્મ આપ્યો હતો પણ વાઇરસને કારણે નોકરી ગુમાવી દીધા બાદ તેને માટે બાળકનો પોષવું મુશ્કેલ હતું અને તેણે 16મી જાન્યુઆરીએ બાળકને બસ સ્ટોપ પર ત્યજ્યું હતું. 

સલમા મહેમુદ શેખ, કૉન્સ્ટેબલ છે અને તેણે આ બાળકને બચાવ્યું. ડૉક્ટર્સે જણાવ્યું કે આ બાળક પાવડર મિલ્ક પી શકે તેમ નથી ત્યારે સલમા શેખ જે પોતે થોડા સમય પહેલાં માતા બની છે તેણે બાળકને ધવડાવવાનું શરૂ કર્યું. તેને તેના આ જેશ્ચર બદલ ડિપાર્ટમેન્ટે સન્માની છે કારણકે તેણે પોલીસ વિભાગની માણસાઇનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. મિડ-ડેમાં વિશે 25 જાન્યુઆરી પણ રિપોર્ટ હતો.

હિંગોલી એસપી રાકેશે કલાસાગરે કહ્યું કે, "બાળકની માતા પુનાની હતી અને તે દાડિયા મજૂર તરીકે કામ કરતી હતી. રોગચાળામાં લાગેલા પ્રતિબંધને પગલે તેનું કામ બંધ થઇ ગયું. અમે તેને શોધી કાઢી પણ તેણે પહેલાં તો સ્વીકાર્યું નહીં કે બાળક તેનું છે પણ બાદમાં તેણે કહ્યું કે તે વિધવા છે અને તેનો કોઇની સાથે પ્રેમ સંબંધ હતો. તેને ત્રણ દીકરી છે જેમાંથી એક પરણેલી છે અને એક દીકરી પુનામાં જ છે."

અધિકારીએ વધુમાં જણાવ્યું કે પોલીસ ખાતું બાળકને તેની માતાને મળાવવા કટિબદ્ધ હતું પણ આર્થિક તંગીને કારણે તે તેને ઉછેરી શકે તેમ નથી અને માટે બાદમાં તેને પોલીસ વેલફેર ફંડમાંથી એક લાખ રૂપિયા આપવાનું નક્કી થયું. તેને હિંગોલી જિલ્લામાં નોકરી પણ અપાવવામાં આવી અને એક વર્ષ સુધી તેની ખાધા ખોરાકીનો ખર્ચ પણ પોલીસ ઉપાડશે તેમ નક્કી થયું. પોલીસે તેને કહ્યું છે કે તે હવે આ બાળકને ત્યજે નહીં અને આ મદદ મળવાથી તે પણ પોતાના બાળક સાથે ખુશી ખુશી જોડાઇ શકી. એસપીએ કહ્યું કે તેમની ટીમ આ મહિલા સાથે સંપર્કમાં રહેશે અને તેને જરૂર પડ્યે મદદ કરશે. 

અધિકારીઓએ જણાવ્યું કે શેખ જેણે બાળકની કાળજી રાખી હતી તે તેની સાથે લાગણીથી બંધાઇ ચૂકી હતી અને તેને જ્યારે ખબર પડી કે બાળકની મૂળ માતા મળી ગઇ છે ત્યારે તે વ્યાકુળ થઇ ગઇ હતી. કલાસાગરે જણાવ્યું કે, "શેખ માતાને બાળક આપવા પહેલાં તો તૈયર જ નહોતી પણ તેને અમે સમજાવી કે આજ યોગ્ય નિર્ણ છે."

કૉન્સ્ટેબલે જણાવ્યું કે, "મારે આ બાળક સાથે ઘણી યાદો છે અને હું નિયમિત તેની મા અને તેને મળતી રહીશ. હું ખુશ છું કે બાળક તેની માં પાસે છે પણ મને તે યાદ પણ બહુ આવે છે."

 

mumbai police