જેએનયુમાં વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાના વિરોધમાં ગેટ-વે પર પ્રદર્શન

07 January, 2020 10:53 AM IST  |  Mumbai | Pallavi Smart

જેએનયુમાં વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાના વિરોધમાં ગેટ-વે પર પ્રદર્શન

હુતાત્મા ચોકમાં પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓ (તસવીરઃ દત્તા કુંભાર)

સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઑર્ગેનાઇઝેશનના રાફિદ શાહબે કહ્યું હતું કે સોશ્યલ મીડિયા પર અફવા ફેલાવીને અમારો અવાજ દબાવી નહીં શકાય. એકઠા થયેલા સ્ટુડન્ટ્સ અને ટીચર્સે સ્થળ પર જ પ્લૅકાર્ડ તૈયાર કર્યાં હતાં. હુતાત્મા ચોકથી વિરોધમાં ભાગ લેનારા સ્ટુડન્ટ્સે પોલીસ-પ્રોટેક્શનમાં ગેટવે ઑફ ઇન્ડિયા સુધી શાંતિપૂર્ણ રૅલી કાઢી હતી.

તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સ (ટીઆઇએસએસ)ની સ્ટુડન્ટ સંચિતા દાસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે જેએનયુમાં જે થયું એ શૈક્ષણિક સંસ્થાની પવિત્રતાનો ભંગ કરનારું કૃત્ય છે. સ્ટુડન્ટ્સને જે રીતે બેરહેમીથી માર મારવામાં આવી રહ્યા હતા એ જોઈને જ હું હતપ્રભ બની ગઈ હતી.

આઇઆઇટી-બૉમ્બેના ડૉક્ટર સમીર દલવાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે જેએનયુમાં રવિવારે બનેલી ઘટના નિંદનીય છે. જો આપણે એને સહજતાથી લઈશું તો એ કાયમનું બની રહેશે. દોષીઓને સજા થવી જ જોઈએ.

પોતાના કામ માટે મુંબઈ આવેલા પુણેના રહેવાસી લેખક નાદી પળશીકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે મારી પુત્રી પણ ઘરથી દૂર રહે છે. જો આટલા પ્રતિષ્ઠિત સંસ્થાનમાં સ્ટુડન્ટ્સ સાથે આ પ્રકારે વ્યવહાર થતો હોય તો મારે મારી દીકરીની સુરક્ષાની ચિંતા કરવી જોઈએ.

આ પણ વાંચો : ક્વીન ઑફ ડેક્કન ટ્રેન માટે રાજવી ઠાઠની ડાઇનિંગ કાર

રૅલીમાં ભાગ લેનારા કાંદિવલીના એક સામાજિક કાર્યકરે કહ્યું હતું કે જેએનયુમાં જે થયું એને કારણે સીએએ અને એનઆરસી પ્રત્યેનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. વધુ ને વધુ લોકો સરકાર સામે સડક પર ઊતરી રહ્યા છે.

gateway of india jawaharlal nehru university mumbai news pallavi smart