ચીન ભારત છોડો: વેપારીઓએ ચાઇનીઝ માલ સામે ચળવળ શરૂ કરી

08 August, 2020 06:59 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

ચીન ભારત છોડો: વેપારીઓએ ચાઇનીઝ માલ સામે ચળવળ શરૂ કરી

પોસ્ટર

ભારત-ચીન સીમા પર ચીન દ્વારા થઈ રહેલી હરકતોને કારણે ચીનના સામાનને ભારતમાંથી એ‌ક્ઝિટ કરવા માટે ભારત સરકારે અનેક તૈયારી દેખાડી છે. ભારતના વેપારીઓએ પણ ચીની સામાનને બાય-બાય કરવા માટે કમર કસી લીધી છે. ભારતમાં તહેવારોમાં વધુપડતા ચીની સામાનનો ઉપયોગ થતો હોય છે.

માર્કેટોમાં પણ ચીની વસ્તુઓ નજરે ચડતી હોય છે. એથી ખાસ કરીને તહેવારોમાં પણ ચીની સામાનને દૂર કરવા માટે અને ચીની સામાનનો બ‌હિષ્કાર કરવાના હેતુથી નવમી ઑગસ્ટે ‘ચીન ભારત છોડો અ‌ભિયાન’ની ધ કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇ‌ન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી-કૅઇટ) શરૂઆત કરશે. એ અનુસાર ભારતનાં ૬૦૦ શહેર અને મુંબઈમાંથી પણ હજારોની સંખ્યામાં વેપારીઓ આ ‌વિરોધ-પ્રદર્શનમાં જોડાવાના છે. ખાસ યાદ રહે કે ૮ ઑગસ્ટ, ૧૯૪૨ના દિવસે ગાંધીજીએ મુંબઈના ઑગસ્ટ ક્રાંતિ મેદાન પરથી અંગ્રેજો સામેની ક્વિટ ઇન્ડિયા ચળવળની શરૂઆત કરી હતી.

અ‌ખિલ ભારતીય ખાદ્ય તેલ વેપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કૅઇટના મહાનગર અધ્યક્ષ શંકર ઠક્કરે ‘‌મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘કૅઇટ દ્વારા પહેલાંથી જ ચીની વસ્તુઓનો બ‌હિષ્કાર કરવા માટે ‘ભારતીય સામાન, હમારા અ‌ભિમાન’ નામનું એક અ‌ભિયાન ચલાવી રહ્યા છીએ. એના હેઠળ હવે આ અ‌ભિયાન શરૂ કરવામાં આવશે, જેમાં ભારતનાં ‌વિ‌વિધ ૬૦૦ રાજ્યોના લોકો મોટી સંખ્યામાં જોડાશે. ચીને ૨૦ વર્ષથી ભારતના રીટેલ બજાર પર કબજો કરી રાખ્યો છે.’

preeti khuman-thakur mumbai mumbai news india china