Bus Accident: મુંબઈ-નાસિક હાઈવે પર બસની ટ્રક સાથે અથડામણ, 10 ઈજાગ્રસ્ત

29 May, 2023 07:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં સોમવારે એક ભીષણ રોડ અકસ્માત થયો. મુંબઈ-નાસિક હાઈવે પર બસ અને ટ્રક સામ-સામાં અથડાયા. માહિતી પ્રમાણે આ દુર્ઘટના થાણાંના ગ્રામીણ જિલ્લાના માલશેજ ઘાટ પર થઈ છે. જેમાં 10 જણના ઈજાગ્રસ્ત થવાની શક્યતા છે.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં (Maharashtra) સોમવારે એક ભીષણ રોડ અકસ્માત થયો. મુંબઈ-નાસિક (Nashik) હાઈવે પર બસ અને ટ્રક સામ-સામાં અથડાયા. માહિતી પ્રમાણે આ દુર્ઘટના થાણાંના ગ્રામીણ જિલ્લાના માલશેજ ઘાટ પર થઈ છે. જેમાં 10 જણના ઈજાગ્રસ્ત થવાની શક્યતા છે.

જાન્યુઆરીમાં પણ થયો હતો ગંભીર અકસ્માત
આ પેહલા જાન્યુઆરીમાં પણ મહારાષ્ટ્રમાં એક ગંભીર રોડ અકસ્માત થયો હતો. મુંબઈથી શિરડી આવતી ટૂરિસ્ત બસની નાસિક-શિરડી હાઈવે પર સામ-સામી અથડામણ થઈ ગઈ. બસમાં કુલ 45 પ્રવાસીઓ હતા. 10ની ઘટનાસ્થળે મોત થઈ. મૃતકોમાં 7 મહિલાઓ અને 3 પુરુષો સામેલ હતા. તો અકસ્માતમાં 35 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

આ દરમિયાન, સોમવારે સવારે એક અન્ય ઘટનામાં, મહારાષ્ટ્રના બુલઢાણાં જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર એક કાર ડિવાઈડર સાથે અથડાવાને અને પછી તેમાં આગ લાગવાને કારણે ત્રણના મોત થયા, અધિકારીઓએ સોમવારે કહ્યું.

એક અધિકારીએ જણાવ્યું કે દુર્ઘટના સોમવારે સવારે પાંચથી સાડા પાંચ વાગ્યાની વચ્ચે એક્સપ્રેસવે પર દેઉલગાંવ કોલગાંવ નજીક થઈ. તેમણે કહ્યું કે, "ત્રણ જણને લઈ જતી કાર રસ્તાના ડિવાઈડર સાથે અથડાઈ, જેના પછી તેમાંથી એક વાહનમાંથી બહાર પડી ગયો."

તેમણે કહ્યું, "અધિકારીએ કહ્યું કે કારમાં આગલ લાગી ગઈ, જેમાં વાહનની અંદર રહેલ બે લોકોના બળીને મોત થઈ ગયા. વાહનમાંથી પડવાથી અન્ય વ્યક્તિનું હૉસ્પિટલમાં મોત થયું."

અધિકારીએ કહ્યું, "પ્રારંભિક સૂચના પ્રમાણે, કારમાં ડીઝલનો ડબ્બો હતો."

આ પ્રકારની એક ઘટનામાં ગયા બુધવારે સમૃદ્ધિ એક્સપ્રેસવે પર મલ્ટી યૂટિલિટી વ્હીકલ (એમયૂવી)ના ડિવાઈડર સાથે અથડાવાથી ચાર લોકોના મોત થયા હતાં.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પહેલા કહ્યું હતું, "ડિસેમ્બર 2022માં લૉન્ચ થયા બાદથી આ વર્ષે એપ્રિલના અંત સુધી મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસવે પર દુર્ઘટનાઓમાં કુલ 39 લોકોના જીવ ગયા અને 143 ઈજાગ્રસ્ત થયા."

તાજેતરમાં જ, 26 મેના, નાગપુર-મુંબઈ સમૃદ્ધિ રાજમાર્ગના નાસિક પાસે શિરડી-ભારવીર ખંડને વાહનો માટે ખોલવામાં આવવાનો હતો, મહારાષ્ટ્ર રાજ્ય રોડ વિકાસ નિગમ (MSRDC) પ્રાધિકરણે રોડ અકસ્માતને અટકાવવા માટે ઈમ્પેક્ટ એટેન્યૂએટર ટેક્નિક (ક્રેશ કુશન) સ્થાપિત કરી.

આ પણ વાંચો : Mumbai Local: દાદર સ્ટેશનના પ્લેટફોર્મ નંબરમાં ટૂંક સમયમાં થશે બદલાવ

દુર્ઘટનાના પ્રભાવને ઘટાડવા માટે અને મોટર ચાલકોને ગંભીર ઈજાથી બચાવવા માટે ટેક્નિકને સમૃદ્ધિ રાજમાર્ગના આખા ખંડ પર લગાડવામાં આવ્યો છે.

Mumbai mumbai news nashik road accident