મુંબઈઃ ડોંગરીમાં ચાર માળની ઈમારત પડી, 2ના મોત, સંખ્યાબંધ ઈજાગ્રસ્ત

16 July, 2019 02:57 PM IST  |  મુંબઈ

મુંબઈઃ ડોંગરીમાં ચાર માળની ઈમારત પડી, 2ના મોત, સંખ્યાબંધ ઈજાગ્રસ્ત

મુંબઈના ડોંગરી વિસ્તારમાં મંગળવારે ચાર માળની ઈમારત ધરાશાયી થઈ છે. મકાનના કાટમાળમાં 2 લોકોના મોત થયા છે, જ્યારે કેટલાક લોકોને ઈજા પહોંચી છે. ફાયરબ્રિગેડ અને NDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. NDRFના કહેવા પ્રમાણે જે વિસ્તારમાં મકાન પડ્યું છે, તે વિસ્તારમાં ગલીઓ સાંકડી હોવાથી રાહત બચાવ કાર્યમાં મુશ્કેલી પડી રહી છે.

BMCના કહેવા પ્રમાણે આ સવારે 11 વાગીને 48 મિનિટે ડોંગરીની ટંડેલ ગલીમાં કેસરબાઈ નામની ઈમારતનો અડધો હિસ્સો ધરાશાયી થયો હતો. આ બિલ્ડિંગ અબ્દુલ હમીદ શાહ દરગાહની પાછળ આવેલી છે, અને ખૂબ જ જૂની છે. બિલ્ડિંગમાં ઘણાં પરિવાર રહેતા હતા.

આ પણ વાંચોઃ Assam Flood: પૂરને કારણે જીવન-મરણનો જંગ લડી રહ્યા છે લોકો, 43 લાખ લોકોને અસર

પ્રત્યક્ષદર્શીના કહેવા પ્રમાણે આ બિલ્ડિંગ 80થી 100 વર્ષ જૂની છે અને તેમાં 8થી 10 પરિવાર રહે છે. જ્યારે ઈમારત ધરાશાયી થઈ ત્યારે તેમાં 40 લોકો હાજર હતા. એક બાળકને જીવતો બચાવી લેવાયો છે. બાકીના ફસાયેલા લોકોને કાઢવાની કોશિશ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં મુશ્કેલી સર્જાઈ છે. આ પહેલા ઉત્તર અને પશ્ચિમ મુંબઈના મલાડમાં 2 ડુલાઈએ દીવાલ પડવાથી 13 લોકોના મોત થયા છે. તો પૂણેમાં પણ દિવાલ પડવાથી સાત લોકોના મોત નીપજ્યા હતા.

mumbai news dongri