મુંબઈ ​: તમામ પાલિકાની બસને બેસ્ટ હેઠળ આવરી લો

14 November, 2020 07:28 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈ ​: તમામ પાલિકાની બસને બેસ્ટ હેઠળ આવરી લો

ખોપોલી મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટની બસ. તસવીર ​: અર્પણ મિત્રા

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)એ શહેરમાં બસને લગતી સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે – મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં જાહેર પરિવહનની તમામ બસને બેસ્ટ હેઠળ આવરી લેવી. મનસેના મતે આમ કરવાથી આયોજન તથા સહનિર્દેશનમાં સુધારો થશે અને મુસાફરોને ફાયદો થશે.

શહેર અને અન્ય કેટલાક સબર્બમાં સેવા પૂરી પાડતી બેસ્ટ અન્ડરટેકિંગ ૩૪૦૦ બસનો કાફલો ધરાવે છે, જ્યારે તે સિવાય અન્ય ઘણી નાની જાહેર સંસ્થાઓ સ્વતંત્ર રીતે બસ દોડાવે છે.

નવી મુંબઈ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટનો બસ ડ્રાઇવર પીપીઈ કિટમાં. ફાઈલ તસવીર

થાણે મ્યુનિ. ટ્રાન્સપોર્ટ ૨૧૦ બસ ધરાવે છે, જ્યારે નવી મુંબઈ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ પાસે ૪૭૫ બસ છે. વસઈ-વિરાર ટ્રાન્સપોર્ટ સર્વિસ ૩૦ બસ ધરાવે છે. કલ્યાણ, ડોમ્બિવલી મ્યુનિ. ટ્રાન્સપોર્ટ, મીરા-ભાઈંદર મ્યુનિ. ટ્રાન્સપોર્ટ, ઉલ્હાસનગર મ્યુનિ. ટ્રાન્સપોર્ટ જેવાં એકમો પણ મર્યાદિત બસ ધરાવે છે.

મનસેના ડોમ્બિવલી શહેર પ્રમુખ રાજેશ શનારામ કદમે જણાવ્યા મુજબ એમએમઆરમાં જુદી-જુદી પરિવહન સેવાઓને એક મુખ્ય સંગઠનની હેઠળ આવરી લેવાની તાતી જરૂર છે. વર્તમાન સ્થિતિમાં તમામ પરિવહન સેવાઓ એક યા અન્ય કારણસર સમસ્યાનો સામનો કરી રહી છે. નાનાં ટાઉન્સ શહેરોમાં રૂપાંતરિત થઈ રહ્યાં છે અને જાહેર પરિવહન એક સમસ્યા બની રહી છે. તમામ મ્યુનિસિપલ કૉર્પોરેશનો કે કાઉન્સિલ પરિવહન એકમને ચલાવવાની કાબેલિયત ધરાવતા હોય તે સંભવ નથી. આથી તમામ સેવાઓને એક છત્ર હેઠળ વિલીન કરી દેવી જોઈએ, જેથી સમસ્યાઓનું બહેતર રીતે નિરાકરણ લાવી શકાય.
પરિવહન કાર્યકર રણજિત ગાડગિલે જણાવ્યું હતું કે કોઈ જાહેર પરિવહનમાં સુધારો કરવા ઇચ્છે છે તે ખરેખર જ ઉમદા બાબત છે. સારી ગુણવત્તા અને પોસાય તેવી બસ આધારિત જાહેર પરિવહન સેવા થાણેમાં હાંસલ કરી શકાય તેમ છે. રાજ્ય જેમાં બસના પ્રત્યેક કિલોમીટર દીઠ સબસિડી આપે છે, તે વાયેબિલિટી ગેપ ફન્ડિંગ સ્કીમ જાહેર-ખાનગી ભાગીદારીના ધોરણે જાહેર પરિવહન વ્યવસ્થા ઊભી કરવામાં મદદરૂપ નીવડી શકે છે.

brihanmumbai electricity supply and transport kalyan thane mira road bhayander vasai virar mumbai news mumbai rajendra aklekar