બોરીવલી ફ્લાયઓવરનો ખર્ચ 161 કરોડથી ચારગણો વધીને 651 કરોડ

18 June, 2021 10:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બોરીવલીમાં ફ્લાયઓવરના બાંધકામનો ખર્ચ ચારગણો વધી ગયો છે. બીએમસીએ ૨૦૧૮માં ૧૬૧ કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા, પરંતુ હવે વહીવટી તંત્રએ નવા એક્સ્ટેન્શન સાથેના ફ્લાયઓવરની યોજના સાથે ૬૫૧ કરોડ રૂપિયાના સુધારેલા ખર્ચ સાથેની દરખાસ્ત રજૂ કરી છે.

આ મહિનાની શરૂઆતમાં બોરીવલીના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર દેવીપાડા પાસે ધીમી ગતિશીલ ટ્રાફિક. ફાઇલ ચિત્ર / સતેજ શિંદે

બોરીવલીમાં ફ્લાયઓવરના બાંધકામનો ખર્ચ ચારગણો વધી ગયો છે. બીએમસીએ ૨૦૧૮માં ૧૬૧ કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા, પરંતુ હવે વહીવટી તંત્રએ નવા એક્સ્ટેન્શન સાથેના ફ્લાયઓવરની યોજના સાથે ૬૫૧ કરોડ રૂપિયાના સુધારેલા ખર્ચ સાથેની દરખાસ્ત રજૂ કરી છે.

કોરા કેન્દ્ર નજીક એસ. વી. રોડ પર ફ્લાયઓવરના બાંધકામનો નિર્ણય વર્ષોથી પડતર હતો. આર. એમ. ભટ્ટડ માર્ગને એસ. વી. રોડ જંક્શન સાથે જોડતા ફ્લાયઓવરનું કામ ૧૫ નવેમ્બર, ૨૦૧૮ના રોજ શરૂ થયું હતું અને ચોમાસાની સીઝનને બાદ કરતાં ૨૪ મહિનામાં પૂરું થવાની અપેક્ષા હતી.

બીએમસીએ તે માટે ૧૬૧ કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કર્યો હતો, પણ હવે વહીવટી તંત્રએ ફ્લાયઓવરના એક્સટેન્શનને અને રાજેન્દ્રનગર પરના ટ્રાફિકને ટાળવા માટે જનરલ કરિયપ્પા બ્રિજ મારફત વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સાથે તેના જોડાણને ટાંકીને ખર્ચમાં ચારગણા વધારાની દરખાસ્ત રજૂ કરી છે. દરખાસ્તમાં જણાવવામાં આવ્યું છે કે આ ફ્લાયઓવર બોરીવલી-વેસ્ટ પરના લિંકિંગ રોડથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે વચ્ચેની કડી બનશે અને વાહનોની ગતિવિધિ અવિરત રહેશે.

‘સુધારેલા આઇએસ કોડ અનુસાર બ્રિજની સુરક્ષા માટે લોડ બેરિંગ ટેક્નૉલૉજીમાં સુધારો કરવાની પણ જરૂર છે’ તેમ બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું. પરંતુ ઊંચા ખર્ચ સાથેની આ દરખાસ્તનો તથા ટેન્ડર મગાવ્યા વિના સમાન કૉન્ટ્રૅક્ટરને કૉન્ટ્રૅક્ટ અપાયાનો કૉર્પોરેટરોએ વિરોધ કર્યો હતો. વિસ્તારમાં ફ્લાયઓવરની જરૂરિયાત જોતાં તેમણે ટેન્ડર મગાવીને કાર્ય ઝડપથી શરૂ કરવાની માગણી કરી હતી.

mumbai mumbai news maharashtra borivali western express highway mumbai traffic brihanmumbai municipal corporation