07 August, 2026 02:44 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મેયર રિતુ તાવડેની ફાઇલ તસવીર
મુંબઈનાં મેયર રિતુ તાવડેના ઓફિશિયલ ઈમેલ પર બૉમ્બ બ્લાસ્ટની ધમકી (Mumbai Bomb Threat) મળતાં જ ખળભળાટ મચી જવા પામ્યો છે. મેલમાં મેયર કાર્યાલય, મુંબઈ મેટ્રો, સ્થાનિક શાળાઓ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ બિલ્ડિંગને નિશાન બનાવી પંદરમી ઓગસ્ટ પહેલાં ઉડાવી દેવામાં આવશે એવી ચીમકી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ ઈ-મેલમાં ખાલિસ્તાન સમર્થક નારા લખવામાં આવ્યા છે અને કેટલાક વ્યક્તિઓના નામનો પણ ઉલ્લેખ છે. એટલું જ નહીં, ઈમેલ કરનારે એવું પણ જણાવ્યું છે કે બાળકોને સ્કૂલમાં ન મોકલશો અને મુંબઈ મેટ્રોમાં પણ ટ્રાવેલ કરવાનું એવૉઇડ કરજો. આ મેલ મળતાં જ મુંબઈ પોલીસ અને સાયબર સેલ તાત્કાલિક એક્શનમાં આવીને આ મામલે તપાસ કરી રહી છે.
જોકે મેયર રિતુ તાવડેને આ પ્રકારનો ધમકીભર્યો ઈ-મેલ (Mumbai Bomb Threat) મળ્યો હોય તે આ પહેલીવારની ઘટના નથી જ. આ અગાઉ પણ તેમને બે વાર આ પ્રકારઆ ઈ-મેલ આવી ચૂક્યા છે. હાલમાં સાયબર પોલીસ ઈ-મેલના IP એડ્રેસ, તેનો સોર્સ અને મોકલનારની વિગતો ટ્રેસ કરવાનો પ્રયાસ કરી રહી છે.
Mumbai Bomb Threat: તાજતેરમાં જ રિતુ તાવડે મેયર બંગલાના કામ માટે બહાર પાડવામાં આવેલા ₹2.89 કરોડના ટેન્ડરને લીધે પણ ચર્ચામાં રહ્યા હતા. જોકે આ મામલે વિપક્ષો તેમના પર ભારે ટીપ્પણીઓ કરીને વિરોધ નોંધાવ્યો હતો. આ વિવાદ વકરતાં આખરે તેમણે ટેન્ડર પાછું ખેંચવાનો આદેશ આપ્યો હતો. તેમણે ફેરવી તોળ્યું હતું કે, "આ કામ રાણીબાગ એટલે કે જીજામાતા ઉદ્યાગ વિભાગનું હતું, પરંતુ ભૂલથી તેમાં મેયર બંગલાનો ઉલ્લેખ થઈ ગયો હતો. આ બંગલો હેરિટેજ હેઠળ આવે છે અને આ ટેન્ડર પ્રક્રિયા તેના અધિકારક્ષેત્રમાં આવતી જ નથી. આ બધો વિવાદ ટાળવા માટે જ મેં આ ટેન્ડર રદ કરવાનો આદેશ આપ્યો છે."
તેમણે આ મામલે વિપક્ષ પર પણ પ્રહાર (Mumbai Bomb Threat) કર્યા હતા અને કહ્યું હતું કે, “મેયરના બંગલા પર વધુ ખર્ચ કરવામાં આવી રહ્યો છે તેવી ખોટી વાતો ફેલાવાઈ રહી છે. મેયર બંગલો હેરિટેજમાં આવે છે. આ ટેન્ડર પ્રક્રિયા બંગલાના કાર્યક્ષેત્રમાં આવતી નથી. જ્યારે મેયરનું નામ ઉમેરવામાં આવે છે ત્યારે તેમને માઇલેજ મળે છે. પોતાની દુકાનો ઉદ્ધવઠાકરેની પાર્ટી ચલાવી રહી છે. 2 કરોડ 89 લાખ રૂપિયાનું જે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે તે રાણીબાગ ઝૂ પાર્ક વિભાગ દ્વારા પાડવામાં આવ્યું છે. હેરિટેજ તરફથી બહાર નથી પડાયું.
રિતુ તાવડે ઘાટકોપરના વોર્ડ નંબર ૧૩૨માંથી સતત બીજી વખત નગરસેવિકા તરીકે ચૂંટાયા છે. મુંબઈના રાજકારણમાં એક જુસ્સાદાર વ્યક્તિત્વ તરીકે તેમની ગણના થાય છે. હવે જ્યારે તેમને ધમકીનો ઈ-મેલ (Mumbai Bomb Threat) મળ્યો છે ત્યારે સંબંધિત સંવેદનશીલ વિસ્તારોની સુરક્ષા વધારે સઘન કરવામાં આવી છે.