મુંબઈઃ BMCના N વૉર્ડના અધિકારીઓ સફાળા જાગ્યા

12 February, 2019 08:41 AM IST  |  મુંબઈ | રોહિત પરીખ

મુંબઈઃ BMCના N વૉર્ડના અધિકારીઓ સફાળા જાગ્યા

BMCના અધિકારીઓએ શરૂ કરી તપાસ

ઘાટકોપર (ઈસ્ટ)માં ક્લીન-અપ માર્શલના નામે સામાન્ય જનતાને લૂંટતી ટોળી બુધવારે છઠ્ઠી ફેબ્રુઆરીએ કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. લોકોએ બનાવટી માર્શલોનો પર્દાફાશ કર્યો હતો, જેને પગલે ઘાટકોપરના વિસ્તારોને આવરી લેતા BMCના N વૉર્ડે આ બાબતની પોલીસમાં ફરિયાદ કરી હતી. જોકે ગઈ કાલ સુધી પંતનગર પોલીસ બનાવટી માર્શલોની ટોળીને પકડી શકી નથી.

બનાવટી ટોળીની સાથોસાથ સામાન્ય જનતા પાસેથી ઑન ડ્યુટી ક્લીન-અપ માર્શલો મનફાવે એમ દંડ વસૂલ કરે છે એવી પણ અનેક ફરિયાદો આવી હતી, પરંતુ ‘મિડ-ડે’ના 7 ફેબ્રુઆરીના અહેવાલ પછી N વૉર્ડના અધિકારીઓ સફાળા જાગ્યા હતા. તેમણે ગઈ કાલે ક્લીન-અપ માર્શલો જ્યાં ફરજ બજાવી રહ્યા છે એ સ્થળોએ જનતાની જાણકારી માટે દંડની રકમ દર્શાવતાં બોર્ડ મૂક્યાં હતાં તેમ જ માર્શલ બાબતે કોઈ પણ ફરિયાદ હોય તો એ પોલીસમાં નોંધાવવા માટે જનતાને સૂચન કર્યું હતું.

આ સદર્ભની માહિતી આપતાં અસિસ્ટન્ટ એન્જિનિયર (સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ) ઇરફાન કાઝીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સામાન્ય જનતાની ફરિયાદ પછી બનાવટી ક્લીન-અપ માર્શલોની સામે અમે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ બાબતનો અહેવાલ ‘મિડ-ડે’માં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. પોલીસ બનાવટી માર્શલોની ટોળીને શોધી રહી છે. આ દરમ્યાન અમારી પાસે ઑન ડ્યુટી ક્લીન-અપ માર્શલો જનતા પાસેથી મનફાવે એમ દંડ વસૂલ કરે છે એવી અનેક ફરિયાદો પણ આવી હતી.

આ પણ વાંચોઃ મુંબઈઃપાલઘરમાં સ્કૂલ-બસનો અકસ્માત, 19 વિદ્યાર્થીઓ જખમી

એથી અમે જનતાની જાણકારી માટે દંડની રકમ દર્શાવતાં બોર્ડ વિવિધ સ્થળોએ લગાડી દીધાં છે. લોકોને અમારી વિનંતી છે કે જે માર્શલો યુનિફૉર્મ અને આઇ-કાર્ડ સાથે હોય તેને જ દંડ આપે. દંડની રકમ પણ ગ્પ્ઘ્એ નર્ધિારિત કર્યા પ્રમાણે જ જનતાએ ચૂકવવી. આમ છતાં માર્શલો કંઈ ખોટું કરતાં નજરમાં આવે તો તેમની સામે પોલીસમાં ફરિયાદ કરવી.’

mumbai news