બીએમસીની કથની અને કરનીમાં જોજનોનું અંતર

06 February, 2021 09:21 AM IST  |  Mumbai | Prajakta Kasale

બીએમસીની કથની અને કરનીમાં જોજનોનું અંતર

વરલી સીફેસ ખાતે કોસ્ટલ રોડનું ચાલી રહેલું બાંધકામ. તસવીર : આશિષ રાજે

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (બીએમસી)ના કમિશનરે આગામી નાણાકીય વર્ષમાં (જે ચૂંટણીનું વર્ષ પણ છે) વિકાસકાર્યો પાછળ ૧૮,૦૦૦ કરોડ રૂપિયાની અધધધ રકમ ફાળવવાની દરખાસ્ત કરી છે. જોકે રેકૉર્ડ દર્શાવે છે કે બીએમસી એના વિકાસ-લક્ષ્યાંકોનો માત્ર અમુક ભાગ જ સિદ્ધ કરે છે. છેલ્લા દાયકામાં પ્રોજેક્ટ્સ પાછળનો ખર્ચ ૫૫૦૦ કરોડથી વધ્યો નથી. આ આંકડો છેલ્લાં બે વર્ષથી જ પાર થયો છે, જેનું શ્રેય બેસ્ટ અને કોસ્ટલ રોડને મોટા પાયે અપાયેલા ભંડોળને જાય છે.

૨૦૧૬-’૧૭ના ચૂંટણીવર્ષમાં બીએમસીએ ૧૨,૯૫૮ કરોડના બજેટ અંદાજ છતાં માત્ર ૩૮૫૦ કરોડ રૂપિયાનાં વિકાસકાર્યો જ હાથ ધર્યાં હતાં.

આ વર્ષે મ્યુનિસિપલ કમિશનર ઇકબાલ સિંહ ચહલે રોડનું બાંધકામ, સ્ટૉર્મ વૉટર ડ્રેનેજ, પાણીની લાઇનો નાખવી, હૉસ્પિટલ અને સ્કૂનું બાંધકામ, બગીચા વિકસાવવા વગેરે પ્રોજેક્ટ્સ માટે ૧૮,૭૫૧ કરોડ રૂપિયા સૂચવ્યા છે. ૩૯,૦૩૮ કરોડ રૂપિયાના કુલ બજેટમાંથી બાકીનું ૨૦,૨૮૭ કરોડ રૂપિયાનું બજેટ વેતન અને જાળવણીખર્ચ પાછળ વપરાશે.

વિપક્ષના નેતા રવિરાજાએ આ બજેટને આંકડાઓની રમત ગણાવતાં જણાવ્યું હતું કે આ બજેટ કેવળ સપનાંઓ દેખાડી રહ્યું છે, જે મુંબઈના નાગરિકોને મૂંઝવી દેશે. આ બજેટ કેવળ આંકડાઓની હેરફેર છે. વાસ્તવિકતા બજેટ કરતાં જુદી છે એમ બીજેપીના જૂથનેતા પ્રભાકર શિંદેએ જણાવ્યું હતું.

brihanmumbai municipal corporation mumbai mumbai news prajakta kasale maharashtra worli sea link