મુંબઈ મહાનગરપાલિકાએ છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક નામ આપ્યું

12 March, 2020 10:51 AM IST  |  Mumbai

મુંબઈ મહાનગરપાલિકાએ છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક નામ આપ્યું

શિવાજી પાર્ક

દાદરમાં આવેલા શિવાજી પાર્કનું નામ બદલવામાં આવ્યું છે. મુંબઈ મહાનગરપાલિકાએ આ પાર્કને છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક નામ આપ્યું છે. ૯૩ વર્ષ પછી આ પાર્કને નવું નામ અપાયું છે.

મધ્ય મુંબઈના દાદર-પશ્ચિમમાં આવેલા શિવાજી પાર્કને ૧૯૨૫માં મુંબઈ મહાનગરપાલિકાએ સામાન્ય જનતા માટે ખુલ્લું મૂક્યું હતું. એ સમયે આ પાર્કનું નામ માહિમ પાર્ક હતું. આ મેદાનની એક બાજુ શિવાજી મહારાજની પ્રતિમા છે, જે ૧૯૬૬માં અહીં મૂકવામાં આવી હતી. આને લીધે જ આ મેદાન શિવાજી પાર્ક તરીકે ઓળખાવા લાગ્યું હતું.

આ પણ વાંચો : નાળાના સળિયાને કારણે ટીનેજરનું મોત થતાં કૉન્ટ્રૅકટરની ધરપકડ

શિવસેના, મનસે અને બીજેપી સહિતના રાજકીય પક્ષોના વિવિધ કાર્યક્રમ માટે આ મેદાનનો મોટાભાગે ઉપયોગ કરાય છે. એ સિવાય અનેક સરકારી કાર્યક્રમ પણ અહીં યોજાય છે.

mumbai mumbai news dadar shivaji park