મરાઠા ક્વૉટા : ઉદયન રાજેએ મહારાષ્ટ્ર સરકારને ઝાટકી નાખી

01 December, 2020 10:47 AM IST  |  Mumbai | Agency

મરાઠા ક્વૉટા : ઉદયન રાજેએ મહારાષ્ટ્ર સરકારને ઝાટકી નાખી

બીજેપીનો ઝંડો

બીજેપીના સંસદસભ્ય ઉદયન રાજેએ રવિવારે મરાઠા આરક્ષણના મુદ્દે એનસીપી સુપ્રીમો શરદ પવાર પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા.

પત્રકારો સાથે બોલતાં તેમણે કહ્યું હતું કે ‘શિવસેનાની આગેવાની હેઠળની એમવીએ સરકાર મરાઠા સમાજના આરક્ષણને અમલમાં મૂકવામાં અસમર્થ હોય તો મહારાષ્ટ્રમાં સત્તાની ધુરા બીજેપીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસને સોંપી દેવી જોઈએ.’

ભોસલેએ કહ્યું હતું કે ‘મંડલ કમિશનના રિપોર્ટના અમલ સમયે મરાઠા ક્વૉટાની અવગણના કરવામાં આવી હતી, કેમ કે એ સમયે ૧૯૯૦માં રાજ્યમાં શાસન કરતા પક્ષ દ્વારા મરાઠા સમાજની સમસ્યાને અવગણવામાં આવી હતી. એ સમયે એનસીપી સુપ્રીમો શરદ પવાર મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસના મુખ્ય પ્રધાન હતા.’

ઉદયન રાજે ભોંસલેએ કહ્યું હતું કે ‘મંડલ કમિશન હેઠળ મરાઠા સિવાયના તમામ સમુદાયને આરક્ષણ મળ્યું છે. જે લોકો તમારો વિશ્વાસ કરી તમને મત આપે છે, તે જ લોકો તમને નીચા પાડવાનો પ્રયાસ કરે છે.’

તેમણે ઉદ્ધવ ઠાકરે પર વિધાનસભાના મુદ્દાને આગળ ન વધારવા બદલ પ્રહાર કરતાં દાવો કર્યો હતો કે ‘રાજ્ય સરકારના વકીલ’ સુપ્રીમ કોર્ટમાં ક્વૉટા મુદ્દાની સુનાવણી ચૂકી ગયા હતા.

દેવેન્દ્ર ફડણવીસની પ્રસંશા કરતાં ઉદયનરાજે ભોંસલેએ કહ્યું હતું કે ‘ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને આ દિશામાં પહેલ કરીને મરાઠાઓને આરક્ષણ આપતો કાયદો ઘડ્યો હતો. હવે સેના, એનસીપી અને કૉન્ગ્રેસ સત્તા પર છે તો તેઓ આ મુદ્દાને આગળ કેમ નથી ધપાવતા?’

આજે રાજ્યભરમાં પ્રદર્શન : ૮ ડિસેમ્બરથી લૉન્ગ માર્ચ

રાજ્યભરમાં મરાઠા સમાજની સમસ્યાઓના સંદર્ભે સરકારનાં અનેક આશ્વાસનો બાદ પણ સમસ્યાઓનો કોઈ ઉકેલ ન આવતો હોવાથી ફરી એક વાર મરાઠા ક્રાન્તિ મોરચાએ આંદોલન છેડવાનું નક્કી કર્યું છે. ૧ અને ૨ ડિસેમ્બરે આ સંદર્ભે રાજ્યભરમાં મહા વિકાસ આઘાડી સરકારની ઑફિસ સામે તેઓ વિરોધ-પ્રદર્શન કરશે, જ્યારે ૮ ડિસેમ્બરથી રાજ્ય સરકારનું વિન્ટર સેશન ચાલુ થઈ રહ્યું છે ત્યારે લૉન્ગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે પુણેમાં આ સંદર્ભે રાજ્યભરના પદાધિકારીઓની બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો હતો.

mumbai mumbai news maharashtra bharatiya janata party uddhav thackeray