Andheri: રાજ ઠાકરેના પત્રનો આવ્યો જવાબ, BJP નહીં લડે પૂર્વ વિધાનસભાની પેટાચૂંટણી

17 October, 2022 03:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ પેટા ચૂંટણી માટે ગયા શુક્રવારે ઉદ્ધવ ઠાકરે જૂથના ઉમેદવાર ઋતુજા રમેશ લટકે અને ભાજપ-શિંદે ગઠબંધનમાંથી મુરજી પટેલે પોતાનું નામાંકન રજૂ કર્યું હતું.

રાજ ઠાકરે (તસવીર સૌજન્ય મિડ-ડે)

મહારાષ્ટ્રમાં અંધેરી (પૂર્વ) વિધાનસભા સીટ પર આગામી પેટાચૂંટણીને (Election) લઈને રાજનૈતિક દળોમાં હિલચાલ છે. આ પેટા ચૂંટણી માટે ગયા શુક્રવારે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) જૂથના ઉમેદવાર ઋતુજા રમેશ લટકે અને ભાજપ-શિંદે ગઠબંધનમાંથી મુરજી પટેલે (Murji Patel) પોતાનું નામાંકન રજૂ કર્યું હતું.

ચંદ્રશેખર બાવનકુલેએ નાગપુરમાં કરી જાહેરાત
આ દરમિયાન રવિવારે મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે (Raj Thackeray)એ રવિવારે ઉપમુખ્યમંત્રી અને ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)ને પત્ર લખ્યો. આમાં તેમણે દિવંગત વિધેયક રમેશ લટકેના સન્માનમાં ભાજપાથી આ પેટા ચૂંટણી માટે પોતાની પાર્ટીમાંથી ઉમેદવારને ન ઉતારવાનો આગ્રહ કર્યો. આથી હવે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખ બાવનકુલે (Chandrashekhar Bawankule)એ નાગપુરમાં જાહેરાત કરી છે કે પાર્ટી મુંબઈના અંધેરી પૂર્વ વિધાનસભા પેટા ચૂંટણી નહીં લડે અને આની સાતે તેમના ઉમેદવાર મુરજી પટેલ પણ પોતાનું નામાંકન પાછું ખેંચશે.

તેમણે કહ્યું, "અમને અમારી જીત પર સંપૂર્ણ વિશ્વાસ હતો. જો કે, ભાજપ રાજ્યમાં આવું છેલ્લો ઘણો વખતથી કરતી આવી છે. આ લોકો માટે એક ઉદાહરણ છે કે જીતતી વખતે પણ અમે અમારું નામાંકન પાછું ખેંચી લીધું. આ દેવેન્દ્ર ફડણવીસ તરફથી લેવામાં આવેલ એક સારો નિર્ણય છે."

ઉદ્ધવના સમર્થનમાં આવ્યા રાજ ઠાકરે
ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે સંબંધોમાં પિત્રાઈ ભાઈ છે અને બન્નેને એકબીજાના વિરોધી માનવામાં આવે છે. પણ મુંબઈની અંધેરી ઇસ્ટ વિધાનસભા સીટ પર ચાલતી પેટા ચૂંટણી પર તેમનું પોતાના ભાઈ સાથે ઊભા રહેવું ચોંકાવનારું છે. ગયા રવિવારે તેમણે ઉદ્ધવ જૂથના પ્રતિસ્પર્ધી ઋતુજા લટકેનું સમર્થન કરતા ફડણવીસને પત્ર લખીને કહ્યું હતું કે ભાજપે આ ચૂંટણીમાં પોતાના કોઈપણ ઉમેદવારને ન ઉતારવા જોઈએ જેથી ઋતુજાને જીત મળી શકે.

રમેશ બેહતરીન કાર્યકર્તા હતા - રાજ ઠાકરે
તેમણે કહ્યું કે ઋતુજા પોતાના દિવંગત પતિના સ્થાને ચૂંટણી લડી રહ્યાં છે. જણાવવાનું કે આ વર્ષની શરૂઆતમાં જ રમેશ લટકેનું નિધન થઈ ગયું હતું. રાજ ઠાકરે લખે છે, "જો ભાજપ એવું કરે છે તો આ તેમના પ્રત્યે એક સાચ્ચી શ્રદ્ધાંજલિ હશે. આમ કરવું પણ મહારાષ્ટ્રની સંસ્કૃતિનો ભાગ બનવાનું જ થશે. મને આશા છે કે તમે મારી અરજી સ્વીકારશો." આની સાથે જ રાજ ઠાકરેએ એ પણ લખ્યું, "રમેશ લટકે એક ખૂબ જ સારા કાર્યકર્તા હતા."

આ પણ વાંચો : રાજ ઠાકરેની વિનંતીને બીજેપી ગંભીરતાથી લેશે?

આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે સ્વીકાર કર્યો કે રાજ ઠાકરેએ તેમને પત્ર લખ્યો. આની સાથે જ તેમણે એ પણ કહ્યું કે કોઈપણ નિર્ણય પર પહોંચતા પહેલા તેમણે પાર્ટીના નેતૃત્વ સાથે આ વિષયે ચર્ચા કરવાની રહેશે.

Mumbai mumbai news raj thackeray uddhav thackeray shiv sena maharashtra navnirman sena