બેસ્ટ 300 બસ મેળવશે, પણ તેને કન્ડક્ટર વિના દોડાવાશે

14 December, 2019 10:27 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

બેસ્ટ 300 બસ મેળવશે, પણ તેને કન્ડક્ટર વિના દોડાવાશે

બેસ્ટ 300 બસ મેળવશે, પણ તેને કન્ડક્ટર વિના દોડાવાશે

બેસ્ટ અન્ડરટેકિંગ તેની તમામ બસો કન્ડક્ટર વિના ચલાવવાની યોજના ઘડી રહી છે, વર્કર્સ યુનિયને શુક્રવારે દેખાવો યોજીને આ નિર્ણયનો ભારે વિરોધ કર્યો હતો.

અન્ડરટેકિંગે વધારાની ૩૦૦ ડીઝલથી ચાલતી એસી બસ પ્રાપ્ત કરવા માટેનાં ટેન્ડર્સ મગાવ્યાં ત્યાર બાદ આ નિર્ણય લેવાયો હતો. ઉમેરારૂપ એસી બસોના સંપાદન સાથે ૨૦૨૧માં તેના કાફલામાં એસી બસો (ઇલેક્ટ્રિક, સીએનજી, ડીઝલ)ની કુલ સંખ્યા ૨૦૦૦ થઈ જશે.

‘મિડ-ડે’ સાથે વાત કરતાં બેસ્ટ વર્કર્સ યુનિયનના શશાંક રાવે જણાવ્યું હતું કે ‘આ ખાનગી ટિકિટ ઑપરેટરો મેળવવા માટેનો સ્પષ્ટ ગેમ પ્લાન છે. સ્ટાફ ઘણો વધારે છે એમ કહીને તેઓ વર્તમાન કન્ડક્ટરોથી મોં ફેરવી લેશે અને પછી ટિકિટ જારી કરવા માટે ખાનગી ઑપરેટરોનાં બૂથ ઊભાં કરશે.’

‘શિવસેનાએ એમઓયુ સાઇન કર્યા છે, જેને પગલે વહીવટી ફેરફાર કરી શકાશે. અમને એ ભય સતાવી રહ્યો છે કે તેઓ આ ફેરફારના ઓઠા હેઠળ બધું જ કરી છૂટશે. શરૂઆતમાં તેમણે બે રૂટ પર કન્ડક્ટર વિના બસ ચલાવવાનું શરૂ કર્યું હતું અને હવે અન્ય રૂટ પર પણ તેમ કરવામાં આવશે’ એમ તેમણે ઉમેર્યું હતું. જોકે બેસ્ટના ચૅરમૅન અનિલ પાટનકરે આ તમામ આરોપો ફગાવી દીધા હતા.

આ પણ વાંચો : ટ્રેન બ્લાસ્ટ કેસ : મીરા રોડના વૉન્ટેડ આરોપી ભાઈઓ 13 વર્ષે હાથ લાગ્યા

સૂત્રોના જણાવ્યા અનુસાર ઑક્ટોબરમાં પ્રથમ વાર ચોક્કસ રૂટ પરની બસો કન્ડક્ટરો વિના ચલાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ અન્ય કેટલાક રૂટ પર તે શરૂ કરવામાં આવ્યું હતું. આ નોન-સ્ટોપ બસો માટે મુસાફરોએ બસમાં ચઢતાં પહેલાં મુસાફરીની શરૂઆત કરવાની જગ્યાએથી ટિકિટ ખરીદવી પડે છે.

brihanmumbai electricity supply and transport mumbai news rajendra aklekar