મુંબઈઃઆજે પણ ચાલુ રહેશે બેસ્ટની સ્ટ્રાઇક

13 January, 2019 08:06 AM IST  |  મુંબઈ

મુંબઈઃઆજે પણ ચાલુ રહેશે બેસ્ટની સ્ટ્રાઇક

સતત 5મા દિવસે બેસ્ટની સ્ટ્રાઈક

મુંબઈમાં ચાલી રહેલી બેસ્ટની બસ-સર્વિસના કર્મચારીઓની સ્ટ્રાઇક ગઈ કાલે અકબંધ રહી હતી અને આજે પણ ચાલુ રહેવાનાં એંધાણ જણાઈ રહ્યાં છે. શુક્રવારે મુંબઈ હાઈ ર્કોટે‍ રાજ્ય સરકારને કોકડું ઉકેલવાનો નર્દિે‍શ આપ્યો હોવાથી ગઈ કાલે રાજ્યના મુખ્ય સચિવે યુનિયન અને બેસ્ટના મૅનેજમેન્ટ સાથે ચર્ચા કરી હતી, પરંતુ આ બેઠકમાં કોઈ ઉકેલ લાવી શકાયો ન હોવાથી હવે આજે પણ આ હડતાળ ચાલુ રહેશે એવું જણાઈ રહ્યું છે. આમ રવિવારના દિવસે ફરવા નીકળવાની ઇચ્છા ધરાવતા લોકોને બેસ્ટની હડતાળને કારણે હાલાકીનો સામનો કરવો પડી શકે છે

ગઈ કાલે મહારાષ્ટ્રના મુખ્ય સચિવ ડી. કે. જૈન, બીએમસી કમિશનર અજોય મહેતા, પરિવહન ખાતાના અને નગર વિકાસ ખાતાના સચિવો અને બેસ્ટ ઉપક્રમના જનરલ મૅનેજર સુરેન્દ્રકુમાર બાગડેની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં હડતાળિયા યુનિયનની માગણીઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

મંગળવારથી બેસ્ટની ૩૨૦૦ બસ કર્મચારીઓની હડતાળને કારણે રસ્તા પર ન હોવાથી અંદાજે ૨૦-૨૨ લાખ જેટલા મુંબઈગરાઓ હાલાકી ભોગવી રહ્યા છે. જાહેર પરિવહનનાં અન્ય સાધનો હોવાથી સ્થિતિ ગંભીર બની નથી, પરંતુ આ મુદ્દે હાઈકોર્ટમાં જનહિતની અરજી કરવામાં આવી હોવાથી હાઈ ર્કોટે‍ રાજ્ય સરકાર અને બીએમસીને આ હડતાળને વહેલામાં વહેલી તકે પૂરી કરાવવાનો નિર્દે‍શ આપ્યો હોવાથી સરકારે હસ્તક્ષેપ કર્યો છે.

માગણી નહીં સ્વીકારાય ત્યાં સુધી હડતાળ ચાલુ

બીજી તરફ હડતાળિયા કર્મચારીઓના નેતા શશાંક રાવે ગઈ કાલે કહ્યું હતું કે ‘રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત ત્રણ સભ્યોની સમિતિએ અમારી વાતો સાંભળી હતી, પરંતુ કોઈ પણ જાતનો પ્રતિસાદ આપ્યો નહોતો. જ્યાં સુધી અમારી માગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે હડતાળ પાછી ખેંચીશું નહીં.

ર્કોટમાં આપીશું અહેવાલ : મુખ્ય સચિવ

બીજી તરફ રાજ્યના મુખ્ય સચિવ ડી. કે. જૈને કહ્યું હતું કે ‘અમે યુનિયનની બધી જ વાતો સાંંભળી છે અને વહીવટી તંત્રનો અભિપ્રાય પણ લીધો છે અને હવે આ મુદ્દે હાઈકોર્ટમાં સોમવારે વિસ્તૃત અહેવાલ આપીશું. અત્યારે આ મુદ્દે કશું કહી શકાય નહીં.’

આ પણ વાંચોઃ મુંબઈઃ હાઈકોર્ટના નિર્દેશ છતાં બેસ્ટની હડતાળ આજે પણ ચાલુ રહેશે

બજેટના વિલીનીકરણની માગણી અસ્વીકાર્ય

મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર અજોય મહેતાએ ગઈ કાલે ફરી એક વખત સ્પષ્ટ કર્યું હતું કે ગ્પ્ઘ્ અને બેસ્ટના બજેટના વિલીનીકરણની માગણી અમને અસ્વીકાર્ય છે. દેવામાં ડૂબેલી બેસ્ટની પરિવહન શાખાના બજેટને ગ્પ્ઘ્ના બજેટમાં સાથે લેવાની યુનિયનની માગણી સ્વીકારી શકાય એવી નથી.’

mumbai news