મુંબઈ બાગમાં શેડ કાઢવા ગયેલી પોલીસની વર્તણૂકને મામલે ધમાલ

07 March, 2020 07:48 AM IST  |  Mumbai | Vishal Singh

મુંબઈ બાગમાં શેડ કાઢવા ગયેલી પોલીસની વર્તણૂકને મામલે ધમાલ

મુંબઈ બાગ

મુંબઈ પોલીસે મુંબઈ બાગમાં વિરોધ કરી રહેલા લોકો માટે બાંધવામાં આવેલા કામચલાઉ શેડ હટાવવાની કોશિશ કરતાં વિરોધકોએ ધાંધલ મચાવી હતી. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે સાદા કપડામાં તેમ જ વર્દીમાં આવેલા પોલીસોએ વિરોધકર્તાઓ સાથે અમાનવીય વર્તન કર્યું હતું, જેને પગલે તેઓ સારવાર માટે પોલીસ સ્ટેશનમાં દોડી ગયા હતા. વર્દીધારી પોલીસોએ તેમની તકતી નહોતી પહેરી એમ પણ વિરોધકર્તાઓએ ઉમેર્યું હતું. ૨૬ જાન્યુઆરીથી નાગપાડામાં સેંકડો મહિલાઓ સીએએ અને એનઆરસીનો વિરોધ કરી રહી છે.

ગઈ કાલે વહેલી સવારે વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર શાલિની શર્મા તેમની ટીમ સાથે મુંબઈ બાગ આવી હતી અને તેમણે બાંધેલો કામચલાઉ શેડ તોડી નાખ્યો હતો. વિરોધકર્તાઓએ જણાવ્યા મુજબ તેમણે રાત્રે અગિયાર વાગ્યે પણ શેડ બાંધ્યો હતો, જે પોલીસની પેટ્રોલિંગ ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : કોરોના વાઇરસ કિટ્સ ફક્ત ડૉક્ટરોના પ્રિસ્ક્રિપ્શન પર જ વેચી શકાશે: FDA

આ બધી ધાંધલમાં સાત વિરોધકર્તાઓને ઇજા પહોંચતા તેમને નાયર હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. પોલીસોના અમાનુષી વર્તન બાદ બધા વિરોધકર્તાઓએ ભાયખલા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. જોકે પોલીસોનું કહેવું છે કે તેમના પર ખોટા આક્ષેપ મૂકવા માટે કોઈ તેમને ઉશ્કેરી રહ્યું હતું, જે ઘટનાના વિડિયો રેકૉર્ડમાં સ્પષ્ટપણે સાંભળી શકાય છે.

mumbai vishal singh mumbai news citizenship amendment act 2019 nrc