Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોરોના વાઇરસ કિટ્સ ફક્ત ડૉક્ટરોના પ્રિસ્ક્રિપ્શન પર જ વેચી શકાશે: FDA

કોરોના વાઇરસ કિટ્સ ફક્ત ડૉક્ટરોના પ્રિસ્ક્રિપ્શન પર જ વેચી શકાશે: FDA

07 March, 2020 07:48 AM IST | Mumbai

કોરોના વાઇરસ કિટ્સ ફક્ત ડૉક્ટરોના પ્રિસ્ક્રિપ્શન પર જ વેચી શકાશે: FDA

કોરોના વાઈરસથી બચવા માસ્કમાં બાળકો

કોરોના વાઈરસથી બચવા માસ્કમાં બાળકો


મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશને કેમિસ્ટ્સને માત્ર ડૉક્ટરોના પ્રિસ્ક્રિપ્શન પર જ કોરોના વાઇરસ કિટ્સનું વેચાણ કરવાનો આદેશ આપ્યો છે.

એફડીએએ સંગ્રહખોરી અને ભાવોને ઊંચા જતા રોકવા માટે કોરોના વાઇરસ કિટ્સના વેચાણ સંગ્રહ પર લગામ લગાવવાનું શરૂ કર્યું છે. ગુરુવારે જાહેર કરવામાં આવેલા એક આદેશમાં એફડીએ કમિશનર અરુણ ઉન્હાલેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર અને એફડીએને કેમિસ્ટ્સ એમઆરપી કરતાં ઊંચા ભાવે પીપીઈ કિટ્સ અને એન-૯૫ માસ્ક્સનું વિતરણ કરી રહ્યા હોવાની ઘણી ફરિયાદો મળી હતી.



આ પણ વાંચો : વિદેશી ડૉગીઓને એસીમાં રાખવા માટે કરવામાં આવી સાત લાખની વીજચોરી


એફડીએએ કેમિસ્ટ્સને માત્ર ડૉક્ટરોના પ્રિસ્ક્રિપ્શન પર જ પીપીઈ કિટ્સ તથા માસ્ક્સનું વેચાણ કરવાનો પણ આદેશ આપ્યો છે એમ એફડીએના કોંકણ ડિવિઝનના પ્રવક્તાએ જણાવ્યું હતું. એફડીએ અધિકારીઓને ઉત્પાદનના પ્લાન્ટ્સ અને સપ્લાય ચેઇનમાં કિટ્સના જથ્થા તથા સંગ્રહની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

07 March, 2020 07:48 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK