મુંબઈ : ઑટો-ડ્રાઇવર યુનિયન સરકારની મદદે આવ્યું

01 December, 2020 07:33 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈ : ઑટો-ડ્રાઇવર યુનિયન સરકારની મદદે આવ્યું

મુંબઈ ઑટો મેન્સ યુનિયનના નેતા શશાંક શરદ રાવે શુક્રવારે પરિવહન પ્રધાન અનિલ પરબને મળીને ઉદ્યોગ માટેની અનેક માગણીઓની રજૂઆત કરી હતી. તસવીર ​: અનુરાગ આહિરે

મુંબઈ ઑટો ચાલકોના યુનિયને કહ્યું હતું કે અમારે માટે પણ માથાનો દુખાવો બની ગયેલા ગેરકાયદે ઑટો અને ટ્રાન્સપોર્ટર્સથી મુક્ત કરવામાં સરકારને મદદ કરવા તેમના સભ્યો આગળ આવવા તૈયાર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ઑટો ચાલકોના નામે આ લોકો કલંક સમાન છે અને ઑટો ચાલક યુનિયનના સભ્યો તેમના ક્ષેત્રને લાંછન લગાવતા આ લોકોને શોધી કાઢવામાં મદદરૂપ થવા તૈયાર છે.

રાજ્યના પરિવહન ખાતાના પ્રધાન અનિલ પરબને મળીને મુંબઈના ૧૫ લાખ કરતાં વધુ ઑટો ચાલકોનું પ્રતિનિધિત્વ કરતા ઑટો ચાલકોના યુનિયનના નેતા શશાંક શરદ રાવે કહ્યું હતું કે ‘સરકારને સહાય કરવા બદલ તેમને જનતાના સેવકનું બિરુદ મળે એ ઉપરાંત કોવિડ-19ની મહામારીને ધ્યાનમાં રાખીને તેમની ઑટો-લોન માફ કરવામાં આવે તેમ જ તેમને મહિને ૧૦,૦૦૦ રૂપિયાની સહાય કરવામાં આવે તથા તેમના પર મૂકવામાં આવેલા પ્રતિબંધ દૂર કરવામાં આવે.’

શશાંક શરદ રાવે કહ્યું કે ‘અમે આ વાત અગાઉ પણ કરી છે. અમે અધિકારીઓને મદદ કરવા ઇચ્છીએ છીએ, પરંતુ આને માટે તેમણે ઈમાનદારીપૂર્વક ઝુંબેશ ચલાવવી જોઈએ. અમે આ પ્રકારની ઝુંબેશ માટે અમારા પ્રતિનિધિઓ આપવા તૈયાર છીએ.’

અનેક ઑટોરિક્ષા ચાલકોએ રિક્ષા માટે લોન લીધી છે. મહામારીના સમયમાં દરેકને નાણાકીય સમસ્યા થતી હોવાથી તેમની લોન માફ કરવી જોઈએ. આ ઉપરાંત સરકારે રજિસ્ટર્ડ ઑટો ચાલકોને મહિને ૧૦,૦૦૦ રૂપિયાની નાણાકીય સહાય પણ આપવી જોઈએ.

શશાંક શરદ રાવે કહ્યું હતું કે મઅ ૭ દિવસની ઝુંબેશ હાથ ધરવા તૈયાર છીએ પરંતુ એ ઝુંબેશ લાંબી અને મહત્વપૂર્ણ હોવી જરૂરી છે.

mumbai mumbai news news coronavirus covid19 rajendra aklekar